Tuesday, July 7, 2026
HomeGeneralપોલીસ ક્યારે બંધ કરાવશે ગોરખધંધો, મહાદેવ બુક અને હાઉઝેટ ઓનલાઈન સટ્ટાનું આ...

પોલીસ ક્યારે બંધ કરાવશે ગોરખધંધો, મહાદેવ બુક અને હાઉઝેટ ઓનલાઈન સટ્ટાનું આ છે કનેક્શન

- Advertisement -

તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ): ગુજરાતના અખબારમાં આવતી ઓનલાઈન સટ્ટા/જુગાર આઈ.ડી.ની જાહેરાત મામલે નવજીવન ન્યૂઝ સતત ઈન્વેસ્ટીગેશન કરી અહેવાલો જાહેર કરી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસે નોંધેલા 2 ગુનાના આરોપી પણ આ જાહેરાત આપનારની જ આઈ.ડી.માં રમતા હતા તેની માહિતી પણ પ્રસિધ્ધ કરી ચૂકાઈ છે. એ મામલે પોલીસ હજૂ ઉંઘી રહી છે ત્યાં ‘મહાદેવ બુક’ અને ‘હાઉઝેટ’ નામથી જાહેરાત આપનારા પણ એક બીજાથી સંકળાયેલા છે તેની માહિતી નવજીવનને હાથ લાગી છે.



‘મહાદેવ બુક Mahadev Book’ અને ‘હાઉઝેટ Howzaat’ નામથી ગુજરાતના વિખ્યાત અખબારમાં જાહેરાતો કરી સટ્ટોડિયાઓ બેખૌફ હોવાનું જણાવે છે. રાજકોટ પોલીસ રમનાર પર કાર્યવાહી કરે છે પણ આ જાહેરાત કરનાર અને આપનાર પર કાર્યવાહી કરવામાં શંકાસ્પદ રીતે શરમ ભરે છે પરંતુ નવજીવન ન્યૂઝના ઈન્વેસ્ટીગેટીવ પત્રકાર સતત નવા-નવા ખુલાસા જાહેર કરી રહ્યા છે.

રાજકોટની પોલીસે ઓનલાઈન જુગાર રમતા આરોપીને ઝડપ્યા છે પણ આરોપીને આઈ.ડી.માં રમાડનાર નથી ઝડપાતા. જેમાં BETBHAI9 અને CBTF247 નામના આઈ.ડી. અખબારમાં જાહેરાત આપનાર ‘હાઉઝેટ Howzaat’ દ્વારા જ આપવામાં આવે છે. આ મામલે મોટી માહિતી એ મળી છે કે, મહાદેવ બુક અને હાઉઝેટ નામના સટ્ટોડિયાઓ એકબીજા સાથે સંકળાયેલા છે.



આ બંને સટ્ટોડિયાઓ BETBOOK247.com નામથી સટ્ટા/જુગાર રમવાના આઈ.ડી. પણ વેચી રહ્યા છે. આ માહિતી પરથી સમજી શકાય છે કે બંને એકબીજા સાથે ગોરખધંધામાં સંકળાયેલા છે. આ સટ્ટોડિયાઓ ઓનલાઈન જુગાર રમાડે, ગેરકાયદેસર રીતે બેન્કમાં અને ગુગલ, ફોન પે જેવા વોલેટ્સમાં નાણાની આપ-લે કરે અને વળી અખબારમાં જાહેરાત પણ કરે છતાં રાજકોટ પોલીસ રમનારને ઝડપીને સંતોષ કેમ માને છે તેનો જવાબ પોલીસ જ આપી શકે છે.

- Advertisement -

ઓનલાઈન જુગાર રમતા કે આઈ.ડી. આપતા ઝડપાયેલા લોકો ક્યારેક પોલીસ દ્વારા ઝડપાઈ છે. આવા કેસમાં પોલીસ દ્વારા જુગારની કલમો હેઠળ કાર્યવાહી કરી તપાસને પુર્ણ વિરામ આપી દેવાય છે પરંતુ નાણાની હેરફેર અને ગેરકાયદેસર જાહેરાત કે નિયમ વિરૂધ્ધ નાણાકીય લેવડ-દેવડ મામલે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે લોકોમાં ચર્ચા છે કે, આડકરતી રીતે પોલીસ ઓનલાઈન જુગારના અજગરો સુધી જવામાં આંખ આડા કાન કરી રહી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular