નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાઓએ અલગ અલગ કામ માટે રસ્તા ઉપર ખાડા ખોદીને મૂકી દેવામાં આવે છે. આ ખાડાઓમાં સ્થાનિકો પડી જવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ફરીથી અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખિયાલ વિસ્તારમાં એક આવો જ ખાડો ખોદવામાં આવ્યો છે, જેની આસપાસ કોઈ પ્રકારના બેરીકેટ પણ લગાવવામાં આવ્યા ન હતા જેના કારણે એક્ટિવા ચાલક સહિત ત્રણ લોકો ખાડામાં પડી ગયા હતા.
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી નજીકના રસ્તા ઉપર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવા માટે એક 7 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ આ ખાડાની આસપાસ કોઈ બેરીકેટ લગાવવામાં આવ્યા ન હતા જેના કારણે ગઈ કાલે મોડી રાતે એક્ટિવા ઉપર સવાર ત્રણ વ્યક્તિઓ અંધારમાં ખાડો ન દેખાતા ખાડામાં પડી ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકોએ તેમને ખાડા માંથી બહાર કાઢીને 108ની મદદથી સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા ખાડામાં પડેલા વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ખાડામાં પડેલા ત્રણ વ્યક્તિઓમાં બે સગીર વયના હતા, જેમથી એકને આંખના ભાગે ઇજા પહોંચી હતી જ્યારે બીજાને માથાના ભાગે અને ત્રીજી વ્યક્તિને હાથમાં ઇજા પહોંચી હતી. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ અકસમત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ પર કામગીરીના નામે ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે અને કોઈ બેરીકેટ મૂકવામાં આવ્યા નથી જેના કારણે જ આ અકસ્માત સર્જાયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











