નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અંતર્ગત આવતા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોનો ઉકેલ ગુજરાત સરકાર લાવી રહી છે. ત્યારે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યના અધ્યાપકોના વિવિધ મંડળોના પડતર પ્રશ્નો ઉપર ચર્ચા કરીને મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમજ આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીના આયોજનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
આજે બુધવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યુ હતું કે, “મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકમાં અધ્યાપકના વિવિધ મંડળોના પડતર પ્રશ્નો મામલે નિરાકરણ કરવામાં આવ્યું છે. તારીખ 01-01-2016 થી કોલેજ અધ્યાપકના પ્રમોશન સ્થગિત છે, તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ તારીખ 01-02-2016ના ઠરાવમાં શરત 8 ને પણ હટાવવામાં આવી છે. ઉપરાંત અધ્યાપકોને CS નો લાભ મળશે અને CCC+, હિન્દી, ગુજરાતી જેવી પરીક્ષા દૂર કરવાની પણ શિક્ષણ મંત્રી એ જાહેરાત કરી છે. આ સાથે અધ્યાપકોને સાતમાં પગાર પંચનો પણ લાભ આપવામાં આવશે. અધ્યાપકોને સળંગ નોકરીનો ફાયદો અને કોલેજમાં પ્રિન્સીપલની ખાલી પડેલી જગ્યા છે તેને ભરવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બુધવારના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી લક્ષી આયોજન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી, આ બેઠક બાદ શિક્ષણ મંત્રીએ અધ્યાપકો માટેની જાહેરાત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











