Tuesday, July 7, 2026
HomeGeneralઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સતત પ્રયત્નમાં છે તેમનો PSI કોઈ પણ કિંમતે જીવતો...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સતત પ્રયત્નમાં છે તેમનો PSI કોઈ પણ કિંમતે જીવતો રહેવો જોઈએ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : અહિયા બે બાબત છે આપણે માનીએ છીએ કે સરહદ ઉપર લડનારો બહાદુર છે અને લડતા લડતા મરી જાય તો તે શહિદ થાય છે પણ હું માનુ છુ કે દેશની અંદર પણ કોઈ માણસ પ્રમાણિકપણે કામ કરતા મૃત્યુ પામે તો તેનો દરજ્જો શહિદ કરતા ઓછો નથી, પછી તે ગટર સાફ કરનાર સફાઈ કામદાર હોય હોય તો પણ, પરંતુ હજી આપણો માનસીક વિકાસ તે તબ્બકાનો થયો નથી. બીજી બાબત એવી છે કે અનેક સરકારી નોકરીઓ એવી છે કે જેમા પગાર ઉપરાંતની પણ આવકના સ્ત્રોત છે છતાં પોતાના ખીસ્સામા આવેલી રકમ કોઈની જીવાડવા માટે, વાપરી અધરી હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એવી જ ઘટના હમણાં ઘટી, એક વિભાગીય પોલીસ સબઈન્સપેકટર ચાલુ નોકરીએ જ ઢળી પડયા પડયા પણ તેમને જીવાડવા માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે.



- Advertisement -

તેમનું નામ છે ભાવેશ ઠાકર પોલીસમાં નિવૃ્ત્ત થવામાં બસ તેમને એક વર્ષ બાકી છે. ક્રાઈમ બ્રાન્ચનમાં નોકરી કરતા ભાવેશ ઠાકર માટે નોકરીના કલાકો નક્કી નથી. ઘરેથી કેટલા વાગે નિકળવાનું તે નક્કી છે પણ પાછા ઘરે કયારે જઈશુ તેની પોતાને પણ ખબર હોતી નથી. આપણે ત્યાં એવી માન્યતા છે કે પોલીસમાં નોકરી કરનાર તમામ ખુબ કમાય છે, પરંતુ મે અસંખ્ય એવા નાના મોટા અધિકારીઓને જોયા છે જેમણે ઉપરની આવકથી પોતાને દુર રાખ્યા છે. આ બાબતનું તેમને અભિમાન પણ નથી અને જેઓ કમાય છે તેમના માટે ધૃણા પણ નથી. પોલીસ કોન્સટેબલ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયેલા ભાવેશ ઠાકર તે પૈકીના એક છે.

ક્રાઈમ બ્રાન્ચનાં કોર્ટ ડયુટી સંભાળતા ભાવેશ ઠાકરને એકદમ બ્રેઈન સ્ટ્રોક આવ્યો, તેમનો પરિવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, ડૉકટરોએ કહ્યુ ક્રીટીકલ છે. તરત તેમને વેન્ટીલેટર ઉપર લેવામાં આવ્યા, ભાવેશ ઠાકરના સંતાનોએ પોતાની હેસીયત પ્રમાણે પોતાના પિતાને બચાવવાના તમામ પ્રયાસ કર્યા, પણ જયારે આર્થિક બાબત આવે ત્યારે માણસ કેટલો સારો છે કે કામનો છે તેના કરતા પૈસા મહત્વના સાબીત થાય છે. ભાવેશ ઠાકરના પરિવાર લાચાર સ્થિતિમાં આવે તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એડીશનલ પોલીસ કમિશનર પ્રેમવિરસિંગ અને ડીસીપી ચૈતન્ય માંડલીકે કહ્યુ ભાવેશ ઠાકર આપણો પરિવારનો હિસ્સો છે, તે આપણી જવાબદારી છે.

- Advertisement -


આજે ભાવેશ ઠાકર પોતાની જીંદગીની લડાઈ લડી રહ્યા છે પણ તે જીવંત રહે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક એક નાની નાની બાબતની સંભાળ લેવા તત્પર છે. વાત અહિયા આપણી માનસીકતાની છે. પહેલી બાબત આપણે સહહદ ઉપર લડતા સૈનિક કરતા ભાવેશ ઠાકરને ઓછા માર્ક આપી છીએ બીજી બાબત આપણે પાસે ઘણુ હોવા છતાં કોઈને જીવાડવા માટે આપણો હાથ આપણા ખીસ્સામાં જતો નથી તે બીજી બાબત છે. પરંતુ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને થેંકયુ કહેવાનું મન થાય કારણ એક નાનકડા સીપાઈને બચાવવા માટે તમે મદદ કરી રહ્યા છો.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular