Tuesday, July 7, 2026
HomeGeneralગુજરાત: હાલનો જુગારધારો ઓનલાઈન સટ્ટાને નાથવામાં અસક્ષમ, નવજીવન ન્યૂઝની ઇન્વેસ્ટીગેશનમાં ખુલ્યું વધુ...

ગુજરાત: હાલનો જુગારધારો ઓનલાઈન સટ્ટાને નાથવામાં અસક્ષમ, નવજીવન ન્યૂઝની ઇન્વેસ્ટીગેશનમાં ખુલ્યું વધુ એક નામ BETBHAI9.COM

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): ગુજરાતમાં ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ બેફામ બન્યા હોય તેમ અખબારમાં જાહેરાતો કરી રહ્યાં છે. પોલીસ ઓનલાઈન આઈ.ડી. મેળવી સટ્ટો રમતા સટ્ટોડિયાને ઝડપી કાર્યવાહી કરે છે પણ બુકી સુધી તપાસ પહોંચતી જણાતી નથી. ત્યારે સતત નવજીવન ન્યૂઝ અખબારમાં જાહેરાત મામલે ઈન્વેસ્ટીગેશન કરી રહ્યું છે. ગઈકાલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ ઓનલાઈન FIR મામલે અને આજે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં જણાવેલી વેબસાઈટ અખબારમાં જાહેરાત આપનાર બુકી આપી રહ્યો છે તેવી સ્ફોટક માહિતી મળી છે.



ગત 24 એપ્રિલના રોજ ગુજરાતના પ્રસિધ્ધ અખબારમાં આવેલી Howzatt નામથી જાહેરાતમાં જે આઈ.ડી. આપવામાં આવી છે તે CBTF247 આઈ.ડી. પર રાજકોટ શહેર પોલીસના ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશને 2 એપ્રિલના રોજ સટ્ટો રમતા આરોપી ઝડપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે માહિતીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ હજૂ શંકાસ્પદ રીતે આ મામલે તપાસ જ કરી રહી છે.

હવે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો ક્રિકેટ સટ્ટાનો ગુનો છે તેમાં પણ જણાવેલી આઈ.ડી. વેબસાઈટ પણ આ જાહેરાત આપનાર જ આપી રહ્યાં છે તેના પુરાવા નવજીવન શોધી લાવ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે 06-04-2022 ના રોજ એક આરોપીને ઓનલાઈન આઈ.ડી. મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો ઝડપી પાડ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આ ગુનાનો આરોપી BETBHAI9.COM પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો ઝડપાયો હતો. આ મામલે જેતે સમયે પત્રકારે સવાલ કરતા, આરોપીએ આઈ.ડી. ઓનલાઈન મેળવ્યું હોય તેની ઉપરનો આરોપી ઝડપી શકાયો નથી તેમ ભક્તિનગરના PSI આર. જે. કામળીયા દ્વારા જણાવાયું હતું. પરંતુ આ આરોપીએ નાણાકીય વ્યહાર ઓનલાઈન કર્યા છે તો તેની પણ તપાસ કરી વધુ આરોપી ઝડપી શકાય તેમ પુછતા તેમણે તપાસ ચાલું હોવાનું રટણ કર્યુ હતું. આ પ્રકારે ગઈકાલે પણ પત્રકારે પી.એસ.આઈ. કામળીયાને તપાસ મામલે સવાલ કરતા હજૂ તપાસ ચાલું છે તેમ રટણ કર્યુ હતું.



ત્યારે રાજકોટના પોલીસના અધિકારીઓ કાર્યવાહી કરશે તેવી આશા સેવાઈ રહી છે. સાથે જ આ માત્ર ઓનલાઈન સટ્ટાની નહીં પણ ગેરકાયદેસર નાણાની હેરફેર સાથે સંકળાયેલો ગંભીર મામલો છે તેમ સમજી કાર્યવાહી કરવી પડે તેમ છે. નવજીવનના પત્રકારો અભ્યાસ પરથી સમજી શક્યા છે કે, ઓનલાઈન જુગાર રમાડનાર બુકીઓ રાજ્ય સરકારનો જુગાર ધારાનો કાયદો આ બદીને નાથી શકે તેટલો સક્ષમ નથી અને તે બુકીઓ માત્ર જુગારધારા જ નહીં પણ અન્ય ક્રિમિનલ ઓફેન્સ પણ કરી રહ્યા છે. આ બદીને નાથવા માટે પોલીસે મજબુત કાગળ કરવા જોઈએ તેવું જણાય છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular