Tuesday, July 7, 2026
HomeGeneralઆસામની કોર્ટે બીજા કેસમાં જીગ્નેશ મેવાણીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

આસામની કોર્ટે બીજા કેસમાં જીગ્નેશ મેવાણીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મંગળવારે, 26 એપ્રિલના રોજ હુમલાકેસમાં આસામની અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સોમવારે એક અલગ કેસમાં જામીન મળ્યાના થોડા સમય બાદ જ જિગ્નેશ મેવાણીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણી સામે આ (બીજો) કેસ 21 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આઇપીસીની કલમ 294 (અશ્લીલ કૃત્યો અને ગીતો), 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા બદલ), 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ), અને 354 (તેની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.



ફરિયાદી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તે, અન્ય ત્રણ અધિકારીઓ સાથે જિગ્નેશ મેવાણીને 21 એપ્રિલની બપોરે સરકારી વાહનમાં ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જઈ રહ્યા હતા, ત્યારે જિગ્નેશ મેવાણીએ તેમની સામે “અશિષ્ઠ શબ્દો” નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, યોગ્ય વર્તન કરવાનું કહેવામાં આવતા, મેવાણી ઉશ્કેરાઈ ગયા હતા અને “વધુ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો”. તેણીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે જિગ્નેશ મેવાણીએ તેમની તરફ આંગળી ચીંધી હતી અને બળજબરીથી તેમને સીટ પર ધકેલી દીધા હતા, “મારી કાનૂની ફરજના અમલ દરમિયાન” હુમલો કર્યો હતો અને ધક્કો મારતી વખતે મને અયોગ્ય રીતે સ્પર્શ કરીને મારી નમ્રતાને ઠેસ પહોંચાડી હતી.”

દરમિયાન, જિગ્નેશ મેવાણીના વકીલ અંગશુમન બોરાએ પ્રેસને જણાવ્યું હતું કે “આ સંપૂર્ણપણે ખોટો અને ઉપજાવી કાઢેલો કેસ છે”. જિગ્નેશ મેવાણીને મંગળવારે બારપેટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે એમ જણાવતાં બોરાએ કહ્યું હતું કે તેઓ હવે ત્યાં જામીન માટે જશે.



આ પહેલા સોમવારે આસામની કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલા ટ્વીટ સાથે જોડાયેલા કેસમાં જામીન આપી દીધા હતા. જિગ્નેશ મેવાણીની સૌ પ્રથમ 20 એપ્રિલના રોજ આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular