Friday, April 17, 2026
HomeGeneralહરિધામ સોખડા વિવાદઃ સાધ્વીઓ અમદાવાદમાં અને પુરુષો સાધુઓને આણંદના બાકરોલ મંદિરમાં...

હરિધામ સોખડા વિવાદઃ સાધ્વીઓ અમદાવાદમાં અને પુરુષો સાધુઓને આણંદના બાકરોલ મંદિરમાં મોકલવા હાઇકોર્ટે કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ હરિધામ સોખડા વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. પ્રબોધ સ્વામી સાહિતના સંતો આજે હાઇકોર્ટ સમક્ષ હજાર થયા હતા. હાઈકોર્ટે 180 સાધુઓને અન્ય સ્થાને લઈ જવા માટે કહ્યુ છે. ઉપરાંત પુરૂષ સાધુઓને આણંદના બાકરોલ અને સાધ્વીઓને અમદાવાદ નિર્ણયનગરના સંત નિવાસ ખાતે રાખવા આદેશ આપ્યો છે.



સ્વર્ગસ્થ સ્વામી હરિપ્રસાદના પર્સનલ સેક્રેટરી દ્વારા હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં હતી કે ‘બળજબરીપૂર્વક અને ગેરકાયદે રીતે સાધુ- સાધ્વીઓને ગોંધી રાખવામાં આવ્યાં છે. ઉપરાંત તેમને બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવતી નથી’.

આ અંગે હાઇકોર્ટે સ્વામી પ્રેમસ્વરૂપ દાસ, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસને નોટિસ આપી વડોદરા જિલ્લા કોર્ટમાંથી વીડિયો-કોન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો હતો. આજે બપોરે આ ત્રણ સાધુ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ગઈકાલે સુનાવણી દરમિયાન કોર્ટે હુકમ કર્યો હતો કે, વડોદરા રૂરલના પોલીસવડા દ્વારા બંધક બનાવેલા હરિભક્તોને મુક્ત કરાવવામાં આવે આ માટેની બસ ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે. જેથી આજે સંતોને કોર્ટમાં હાજર કરાયા હતા.



હાઇકોર્ટમાંથી બહાર નીકળતી વખતે પ્રબોધ સ્વામીના સ્વાગત માટે અડધો કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી. હરીભક્તો કોર્ટના દરવાજાથી રોડ સુધી બંને સાઈડ લાઇન લગાવીને ઉભા હતા. ઉપરાંત બુલેટ બાઈક ચાલકો પ્રબોધ સ્વામીના કાફલાનું પાયલોટિંગ કર્યુ હતું. હરિધામ-સોખડા મંદિર વિવાદમાં પ્રબોધસ્વામી અને તેમના જૂથનાં 230 સંતો, બહેનો અને સેવકો આજે હરિધામ મંદિરમાંથી વિદાય લીધી હતી. આજે પ્રબોધસ્વામી જૂથના 68 સાધક બહેનો, 60 સંત અને 102 સાધકોએ હરિધામ મંદિર છોડ્યું હતું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular