નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં કથિક કમિશ્નર તોડકાંડના આક્ષેપો બાદ ફરી એકવાર રાજકોટ પોલીસ ચર્ચાનો વિષય બની છે. ત્યારે ગઇકાલે સાયલા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ રાજકોટ પોલીસ વિવાદમાં ઘેરાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં અનેક ચોંકવનારી વિગતો સામે આવી છે.
માહિતી અનુસાર, સાયલા ખાતે દારૂ ભરેલો ટ્રક અન્ય બુટલેગરને માલ પહોંચાડવા માટે આવ્યો હતો. આ વાતની જાણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI ભાવના કડછા અને સુભાષ ગોરી, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા ખાનગી ગાડીમાં સાયલા પહોંચ્યા હતા. ત્યાર બાદ બાતમી મળેલો ટ્રક હાઇવે પર દેખાતા તેને ઝડપી પાડ્યો હતો. સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી દારુ ભરેલી ટ્રક મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયલા પોલીસને નિયમાનુસાર જાણ કરવાને બદલે આ પાંચેય પોલીસ કર્મીએ દારુ ભરેલા ટ્રક અને ડ્રાઈવર જગદીશનું અપહરણ કરીને રાજકોટ લઈ જતાં હતા.
ટ્રક અને ટ્રાઇવરનું અફરાન કર્યા બાદ એક પોલીસ કર્મી ટ્રકમાં બેસી ગયો હતો અને બાકીના પોલીસકર્મી ખાનગી કારમાં ટ્રકનું પાયલોટિંગ કરીને ટ્રકને રાજકોટ લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રક માલિયાસણ નજીક પાસે આવેલી હોટેલ નજીક ટ્રક રોકી દેવાઇ હતી અને અંદાજિત અઢીકલાક સુધી ત્યાં દારૂનો વહીવટ શરૂ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીનો પરસેવો છૂટી ગયો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે ટ્રકમાં 394 દારૂની પેટીઓ છે અને તેને સાયલા ખાતેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અપહરણ કરીને રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચારેય પોલીસ કર્મી સહિત દારૂ ભરેલા ટ્રકને સાયલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સાયલાથી દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરી લઇ જવા અંગે ગુનો નોંધી વહુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલાથી દારૂ ભરેલી ટ્રકનું ડ્રાઇવર સાથે અપહરણ કર્યું #rajkot #rajkotpolice #SMCRaid pic.twitter.com/rYbMTvnYWK
— Navajivan News (@NavajivanNews) April 19, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











