દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. પાટણ): પાટણમાં દસ રૂપિયાનો સિક્કો નહીં સ્વીકારવા બાબતે પ્રાંત અધિકારીને એક અરજી કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં પ્રાંત અધિકારીએ એક પરિપત્ર બહાર પડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે 10 રૂપિયાના ચલણી સિક્કા કે 5 રૂપિયાની ચલણી નોટ સ્વીકારવાની ના પડશે તમની સામે IPCની કલમ 124A મુજબ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં આ પ્રકારની ફરિયાદ મળતી હોય છે. અમદાવાદ જેવા શહેરમાં પાંચ રૂપિયાની ચલણી નોટો સ્વીકારવાનું સામાન્ય રીતે દુકાનદારો અને વ્યાપારીઓ ટાળે છે જ્યારે રાજકોટમાં કોઈ જગ્યાએ 10 રૂપિયાનો ચલણી સિક્કો સ્વીકારવામાં આવતો નથી. ત્યારે પાટણમાં એક વ્યક્તિએ પેટ્રોલપંપ ઉપર 10 રૂપિયાનો ચલણી સિક્કો આપ્યો તો પેટ્રોલપંપના કર્મચારી આ સિક્કો સ્વીકારવાની ના પડી હતી.
પેટ્રોલપંપના કર્મચારી સિક્કો ન સ્વીકારતા ફરિયાદી આકાશ લિંબાસીએ મેનેજર સાથે વાત કરી હતી તો મેનેજરે જવાબ આપ્યો હતો કે આ સિક્કા બેંક સ્વીકારતી નથી એટલે અમે પણ નહીં સ્વીકારીએ, આમ આકાશ લિંબાસીએ બધી બેંકમાં તપાસ કરી તો દરેક બેંકે સિક્કા સ્વીકારવાની હા પડી હતી. ત્યાર બાદ આકાશ લિંબાસીએ પાટણના પ્રાંત અધિકારીને ફરિયાદ કરી હતી.
આ વાત ધ્યાને આવતા પાટણ નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે પાટણ ડેપ્યુટી કલેક્ટર સચીનકુમારે જણાવ્યુ હતું કે, “પાટણના લોકોમાં જાગૃતિ લાવવાના ઉદેશ્યથી જ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ ચલણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ આ ચલણ સ્વીકારવાની ના પડે તો તેની સામે IPC કલમ 124A મુજબ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવશે. આવું પરિપત્ર સમગ્ર પાટણમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના કારણે ફરીથી આવી કોઈ ઘટના ન બને.”
આ ઘટના અંગે વાત કરતાં ફરિયાદી આકાશ લિંબાસી જણાવે છે કે, “9 એપ્રિલે હું જ્યારે પેટ્રોલ પુરાવા ગયો તે સમયે મારી પાસે 10 રૂપિયાના ચલણી સિક્કા હતા જે સ્વીકારવાની પેટ્રોલપંપના કર્મચારી ના પડી હતી. ત્યાર બાદ મે પેટ્રોલપંપના મેનેજરને પૂછ્યું તો તેમણે મને જવાબ આપ્યો હતો કે બેંક આ સિક્કા સ્વીકારતી નથી એટલે અમે પણ આ સિક્કા નહીં સ્વીકારીએ. ત્યાર બાદ મે જાતે બધી બેંકમાં તપસ કરી હતી અને બધી જ બેંકો આ સિક્કા સ્વીકારે છે. મારી સાથે જે ઘટના બની તે બીજા કોઈ સાથે ન બને તેના માટે જ મે આ ફરિયાદ કરી હતી.” ફરિયાદીએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલપંપના મેનેજર વિરુદ્ધ માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ નોંધાવી છે. જ્યારે પેટ્રોલપંપના મેનેજર આ વાતનો અસ્વીકાર કરે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કર્મચારી વધારે સિક્કા હોવાના કારણે મેનેજર સાથે વાત કરો તેમ કહ્યું તો આકાશ લિંબાસીએ મને મળવાની જગ્યાએ સીધી ફરિયાદ જ કરી દીધી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











