નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં સામન્ય રીતે ઉનાળા દરમિયાન ખેડૂતો ઘણા પાકની ખેતી કરતાં હોય છે. આ ખેતી માટે પાણીનો મુખ્ય સ્ત્રોત સરદાર સરોવરથી આવતું પાણી છે, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સીંચાઈનું પાણી ન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે મોટા ભાગના ગુજરાતનાં ખેડૂતોને અસર થશે. આ વર્ષ દરમિયાન ડેમમાં પાણીની આવક ઓછી હોવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામા આવ્યું છે કે, આ વર્ષે ડેમમાં પાણીની આવક ઓછી હોવાને કારણે ખેડૂતોને ઉનાળુ સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ નથી, જેથી નર્મદા આધારિત કોઈ પણ પાકની વાવણી કરવી નહીં તેવી અમે ખેડૂતોને અપીલ કરીએ છે.
સામાન્ય રીતે ગુજરાતનાં ખેડૂતો માટે સરદાર સરોવર ડેમ જીવાદોરી સમાન ગણવામાં આવે છે. હવે જ્યારે ઉનાળુ વાવેતર માટે આ ડેમમાં પાણી નહીં હોવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકની સિંચાઇ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઉનાળા દરમિયાન પશુપાલન કરતાં ખેડૂતો માટે ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે, જેના માટે પાણીની જરૂરિયાત નર્મદા કેનાલમાં આવતું પાણી છે, પરંતુ આ વર્ષે તે પાણી મળવાનું ન હોવાને કારણે આ ખેડૂતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત અંગે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને 15 એપ્રિલથી 10 દિવસ સુધી 1500 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











