નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમ વખત વિઘાનસભાની ચુંટણીના મેદાનમાં ઉતરી રહી છે. તેવામાં ચુંટણીના દિવસો નજીક આવતા જાય છે તેમ આપ પાર્ટી શિક્ષણ મુદ્દે સરકારને ઘેરી રહી છે. તાજેતરમાં જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં આવીને શાળાઓની કથળી પરિસ્થિતિ છતી કરી હતી. તેવામાં આપ ગુજરાતે ખંડેર શાળાઓની હકીકત બહાર લાવવા તેના ફોટા મગાવવા નંબર જાહેર કર્યો.
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આપએ એક માત્ર સરકાર સામે પ્રજાના પ્રશ્નો ઉઠાવતી વિપક્ષ પાર્ટી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દિલ્હીની સરકારી શાળાઓ જોવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ઉપરાંત તેમણે ગુજરાત આવીને જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની શાળાની કથળી પરિસ્થીતી ઉજાગર કરી હતી. ત્યાર બાદ હાલમાં ભાવનગરની સ્કૂલોમાં પણ રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે. AAPના આવવાથી દિલ્હીમાં શિક્ષણનું કામ થયું એ ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં આજદિન સુધી હિન્દુ-મુસ્લિમ અને સમાજની રાજનીતિ થઈ પણ અમે શિક્ષણની રાજનીતિની ચર્ચા કરી છે.
વઘુમાં જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. PM મોદી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મુલાકાત લેવાના છે. તે દરમિયાન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી વડાપ્રધાનને 3-4 સારી શાળા બતાવી PMની આંખમાં ધૂળ ન નાખે. આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કોઈપણ શહેર, ગામ, તાલુકાની શાળાઓમાં પરિસ્થિતિ સારી ન હોય, તૂટેલી ખંડેર હોય તેના ફોટો પાડી અમને મોકલી આપે આ ફોટો મીડિયા અને સોશિયલ મીડિયા મારફત આ માહિતી PM સુધી પહોંચાડીશું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











