Friday, April 17, 2026
HomeGeneralહિંમતનગરમાં મોડી રાત્રે ફરી ભડકી હિંસા, વણઝારાવાસ અને હસનનગરમાં પેટ્રોલ બોંબ ફેંકાયા

હિંમતનગરમાં મોડી રાત્રે ફરી ભડકી હિંસા, વણઝારાવાસ અને હસનનગરમાં પેટ્રોલ બોંબ ફેંકાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. હિંમતનગર: હિંમતનગરમાં રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ ફરી એકવાર ગઇકાલ મોડીરાત્રે હિંસા ભડકી હતી. હિંમતનગરના વણઝારાવાસમાં મોડીરાત્રે પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા. ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.



હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણઝારા વાસમાં ફરી હોબાળો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અંધારાનો લાભ લઈને અસમાજિક તત્વો દ્વારા હિંસા ભડકવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. હસનનગર વિસ્તારમાં પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાવામાં આવી હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. ટોળાંઓએ સામસામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેકી હતી.

હિંમતનગર વિસ્તારમાં મોડીરાત્રે હોબાળો થયો હોવાની માહિતી મળતા પોલીસ વિભાગમાં એક્શનમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular