Monday, June 29, 2026
HomeGeneralઅમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ઉપર ખસેડાશે, વર્ષોથી ચાલતા વિવાદનો અંત

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ઉપર ખસેડાશે, વર્ષોથી ચાલતા વિવાદનો અંત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ડફનાળા નજીક આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મંદિર આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલું હોવાને કારણે ઘણીવાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભક્તો માટે મંદિર બંધ કરી દેવામાં આવતું હતું, જેના કારણે તેવી માગ ઉઠી હતી કે આ મંદિરને અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્થળાંતરીત કરી દેવામાં આવે. આજે કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે.



અત્યારે મંદિર આર્મીના હાથમાં છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણીવાર ભક્તો માટે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. જો કે આર્મીની સુરક્ષા અને ગોપનીયતા પણ જરૂરી છે. આ જ કારણથી હવે મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિરને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ખસેડવામાં આવે જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી મંદિરમાં દર્શન કરી શકે અને આર્મીની સુરક્ષા કાર્યવાહીમાં પણ કોઈ સવાલ ઊભા ન થાય. આ અંગે આર્મીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મંજૂરી મળશે તે બાદ જ મંદિર ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ અંગે અગાઉ હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી, જેમાં અરજીકર્તા મંદિર ખસેવાના પક્ષમાં ન હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મંદિર લોકોની આસ્થા સાથે સંકળાયેલું છે અને આ મંદિરને તે સ્થળ પર આર્મીની સુરક્ષાને હાનિ પહોંચડ્યા વગર ભક્તો દર્શન કરી શકે તેવો કોઈ રસ્તો શોધવો જોઈએ. જેના ઉત્તરમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ અંગે નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે અને અરજી ફગાવી કાઢી હતી.



મંદિરમાં પ્રસાદ વિતરણને લઈને પણ ઘણા પ્રશ્નો હતા, છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે પ્રસાદ વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે હવે ફરીથી મંદિરનું ટ્રસ્ટ પોતાના હસ્તક લઈ રહ્યું છે અને પ્રસાદ વિતરણ ફરી શરૂ કરવામાં આવશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular