નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો આવી રહ્યો હતો, ત્યાર બાદ હવે CNGના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં CNG ગેસમાં અદાણી અને ગુજરાત ગેસ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતનાં રિક્ષા ચાલકો ઉપર થઈ છે. આ અંગે અમદાવાદમા રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
CNG ગેસના ભાવમાં થતા વધારાની સીધી અસર રિક્ષા ચાલકો ઉપર થાય છે. સામાન્ય રીતે પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસમાં થતો વધારો શહેરની સામન્ય જનતાને અસર કરે છે. કોઈ પણ પ્રકારના ઈંધણમાં થતો વધારો દરેક વસ્તુના ભાવ પર અસર કરે છે, તેવી જ રીતે CNG ગેસમાં વધારે કારણે અસર રિક્ષા ચાલકોને થાય છે જેના કારણે પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમણે ભાડામાં વધારો કરે છે જે લોકો સ્વીકારતા નથી. આ જ કારણથી અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વારંવાર કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે તેમ છતાં તેમની કોઈ માગ સ્વીકારવામાં આવતી નથી જેના કારણે હવે તેમણે આગામી 15 એપ્રિલે સ્વયંભૂ બંધનું એલાન કરાયું છે, જેમાં અમદાવાદ શહેરના રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઈવર્સ અને સામાન્ય નાગરિકો પણ જોડાશે. આ બંધ પહેલા 18 તારીખે આપવામાં આવ્યું હતું, પરંતુ 18 તારીખે વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાને કારણે રિક્ષા ચાલકોએ માનવતા દાખવીને આ બંધની તારીખોમાં ફેરફાર કર્યો છે અને 15 તારીખે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
CNGના ભાવ સતત વધતા અમદાવાદના રિક્ષા ચાલકો નારાજ, સ્વયંભૂ બંધનું એલાન#Ahmedabad #adanigas #CNG #PriceHike #navajivannews pic.twitter.com/hhmhU0K5qZ
— Navajivan News (@NavajivanNews) April 9, 2022
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા જણાવે છે કે, “CNG ગેસમાં થતાં વધારાનો અમે સતત વિરોધ કરી રહ્યા છે. આ અંગે અમે વારંવાર કલેક્ટરને આવેદન આપ્યું છે પણ તેના અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. છેલ્લા 7 દિવસમાં CNG ગેસના ભાવમાં 7થી 8 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે. આવી રીતે અવાર-નવાર CNG ગેસનો વધારો કરવામાં આવે છે જેની અસર રિક્ષા ચાલકો ઉપર થાય છે ત્યારે અમે તેનો વિરોધ કરીએ છે અને ભાવ ઘટાડવામાં આવે તેવા આવેદનો વારંવાર આપીએ છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે હવે અમે આગામી 15 એપ્રિલે અમદાવાદમા સ્વયંભૂ બંધનું એલાન કરી છે. આ બંધમાં અમદાવાદ શહેરના રિક્ષા ચાલકો ટેક્સી ડ્રાઈવર્સ અને સામાન્ય જાણતા પણ અમારી સાથે જોડાશે. જો અમારી માગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











