Thursday, March 12, 2026
HomeGujaratAAP ગુજરાતના વિરોધ પ્રદર્શન પછી 28 મહિલાઓ જેલમાં, નેતાઓને છોડાવા વકીલોની ફોજ...

AAP ગુજરાતના વિરોધ પ્રદર્શન પછી 28 મહિલાઓ જેલમાં, નેતાઓને છોડાવા વકીલોની ફોજ કોર્ટમાં ઉતરશે

- Advertisement -

નવજીવન ગાંધીનગરઃ હેડ ક્લાર્ક પેપર લીક (Head Clark paper leaked) કાંડથી ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. પેપર લીક કાંડ બાબતે વિપક્ષપક્ષ સરકાર સામે માછલા ઘોઈ રહી છે. ગઈકાલે AAP ગુજરાત (aam aadmi party) દ્વારા ગાંઘીનગર ખાતે આવેલા કમલમમાં જઈને પેપર લીક કાંડને બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જો કે સમગ્ર ઘટનાને લઈને AAPના 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.



- Advertisement -

આપના 28 જેટલા મહિલા કાર્યકરોને ગઈ કાલે મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કરાતા મહિલાઓને રાત્રે જ સાબરમતી જેલમાં મોકલી દેવાઈ હતી. જ્યારે 64 પુરુષોને આજે બપોર બાદ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં આપીસી 452, 353, 354 A, 341, 323, 143, 144, 145, 147, 148, 149, 151, 152, 269, 188, 429, 504, 120B સાર્વજનીક મિલ્કતોને નુકશાન અટકાવવાનો અઘિનિયમ sections 3, 7 જી.પી.એ. 135 મુજબ અંદાજે 400થી 500 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આજે બપોર બાદ ગાંધીનગર કોર્ટમાં ગોપાલ ઈટાલિયા (Gopal Italia), ઈસુદાન ગઢવી (Ishudan Gadhvi) સહિતના અન્ય 70 નેતા-કાર્યકર્તાઓને ગાંધીનગર કોર્ટમાં હાજર કરાશે. આપના તમામ નેતા અને કાર્યકર્તાઓને છોડાવવા માટે 40 જેટલા વકીલો કોર્ટમાં હાજર રહશે.

- Advertisement -



ગઈકાલે થયેલા ધમાસાણને લઈને આજ સવારથી જ અમદાવાદ-ગાંઘીનગર (Ahmedabad – Gandhinagar) ના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે પોલીસે બેરિકેડ લગાવી દીધા છે. બહારના જિલ્લાઓમાંથી પ્રવેશતા વાહનનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular