Thursday, March 12, 2026
HomeGujaratATM થી પૈસા કાઢવા થશે મોંઘા, જાણો ક્યારે અને કેટલું થશે મોંઘુ

ATM થી પૈસા કાઢવા થશે મોંઘા, જાણો ક્યારે અને કેટલું થશે મોંઘુ

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ જો તમે એટીએમથી વારંવાર રૂપિયા કાઢો છો, તો જલ્દી જ તમારા ખીસ્સા પર એક લપડાક વાગવાની છે. 1 જાન્યુઆરીથી પોતાના કે અન્ય બીજી બેન્કના એટીએમથી એક લિમિટ કરતાં વધુ ટ્રાંજેક્શન્સ કરવાનું મોંઘું બની જશે. આરબીઆઈએ બહુ પહેલા જ બેન્કોને કેશ અને નોન-કેસ ટ્રાંઝેક્શન્સ ચાર્જીસમાં વધારો કરવાની પરવાનગી આપી દીધી હતી. બેન્કોએ તેને પહેલી જાન્યુઆરીથી લાગુ કરી દેવાની તૈયારી શરૂ કરી દીધી હોવાની વિગતો મળી રહી છે.

હાલની વાત કરીએ તો ફ્રી મંથલી ટ્રાન્ઝેક્શન લિમિટ પર દરેક ટ્રાંઝેક્શન પર રૂ. 20 પ્લસ 18 ટકા જીએસટી ચાર્જ કરાય છે. 1 જાન્યુઆરીથી આ 21 રુપીયા ટ્રાંઝેક્શન દીઠ થઈ જશે અને સાથમાં જીએસટી લાગશે.

- Advertisement -

અત્યાર સુધી કોઈપણ ગ્રાહક તેની બેંકના એટીએમમાંથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકે છે. ટ્રાન્ઝેક્શનનો અર્થ છે કે તમે રોકડ ઉપાડો કે મિની સ્ટેટમેન્ટ, તે માત્ર પાંચ વખત જ મફત છે. તે પછી ચાર્જિસ છે. હાલમાં, મર્યાદામાં કોઈ કાપ કે વધારો કરવામાં આવ્યો નથી. દર મહિને મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન અન્ય બેંકોના એટીએમથી મફતમાં કરી શકાય છે. આ મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેના ઉપર 20 રૂપિયા વત્તા ટેક્સને બદલે તમારે 21 રૂપિયા વત્તા ટેક્સ ચૂકવવો પડશે.



બેંકોની તૈયારી
આરબીઆઈએ આ સંદર્ભમાં ઘણા સમય પહેલા સૂચનાઓ જારી કરી હતી, પરંતુ હવે બેંકોએ તેમના પોર્ટલ અને અન્ય માધ્યમો દ્વારા ગ્રાહકોને માહિતી આપવાનું શરૂ કર્યું છે. HDFC બેંક અને એક્સિસ બેંકે તેમની વેબસાઈટ પર નોટિસ જારી કરી છે કે 1 જાન્યુઆરી, 2022 થી ATM દ્વારા રોકડ અને બિન-રોકડ વ્યવહારોની મફત માસિક મર્યાદા પછી વધેલા દરો લાગુ થશે.

ટેક્સમાં કેટલો સમાવેશ થાય છે?
ATM ટ્રાન્ઝેક્શન સેવાઓ પર GST દર 18% છે. આવી સ્થિતિમાં, 21 રૂપિયા સાથે, તમારે વધારાના 3.78 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, ફ્રી લિમિટ પછી, તમારા એકાઉન્ટમાંથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 24.78 રૂપિયા કાપવામાં આવશે, જે પહેલા 23.60 રૂપિયા હતા.

ચાર્જ કેમ વધી રહ્યો છે?
આ ચાર્જ વધવાના બે કારણો છે. પ્રથમ બેંકો એટીએમની જાળવણીના ખર્ચ અને ફુગાવાને ટાંકીને ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારવા માટે આરબીઆઈ પાસેથી પરવાનગી માંગી રહી હતી. બીજુ, બેંકો અને સરકાર બંને ઈચ્છે છે કે લોકો એટીએમનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો એ ગ્રાહકોને રોકડ વ્યવહારોથી નિરાશ કરવાની કવાયત કહી શકાય. એટીએમના ખર્ચમાં માત્ર મશીનની જાળવણી અને સુરક્ષાનો ખર્ચ જ નથી, પણ રોકડ હેન્ડલિંગનો ખર્ચ પણ સામેલ છે.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular