Sunday, October 26, 2025
HomeGujaratSuratજૂઓ કાર ચાલકે સુરતમાં યુવાનને કેવી રીતે આપ્યું મોત: ભયાનક CCTV આવ્યા...

જૂઓ કાર ચાલકે સુરતમાં યુવાનને કેવી રીતે આપ્યું મોત: ભયાનક CCTV આવ્યા સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: સુરતમાં એક અકસ્માતના સી.સી.ટી.વી. (Surat Accident CCTV) સામે આવ્યા છે. સી.સી.ટી.વી. જોઈ કોઈપણ બે ઘડી અવાક થઈ જાય તેવી આ ઘટના બની છે. સુરતમાં એક શાકભાજીની લારી લઈને જતો યુવાન અચાનક મોતને (Youth Death) કેવી રીતે ભેટ્યો કે પછી એક રીતે એવું પણ કહી શકાય કે કાર ચાલકે મોત સાથે યુવાનનો કેવી રીતે ભેટો કરાવી દીધો તે આ સી.સીટી.વી.માં સ્પષ્ટ જોઈ શકાય છે. લગભગ માત્ર સેકંડોનો ખેલ કહો કે યુવાન અને તેના પર નભતા પરિવાર માટે આ કેટલી મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ તે આ સી.સી.ટી.વી.માં જોઈ શકાય છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો અંકિત ગુપ્તા પોતાના પિતા વસંતલાલનો શાકભાજીના વેપારમાં મદદ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે. બે દિવસ અગાઉ જ્યારે અંકિત શહેરના આર.જે.ડી. પ્લાઝા નજીક રોડ પર લારી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર પાછળથી આવી રહેલી એક સ્વિફ્ટ કારે લારીને જોરદાર ટક્કર મારી હતી.

- Advertisement -

કાર ચાલકે શાકભાજીની લારી લઈને જતાં અંકિતને અડફેટમાં લેતા શાકભાજીની લારી સાથે ફંગોળાયો હતો. કારની ટક્કરથી લારી પણ પલ્ટીમારી જતાં શાકભાજી રોડ પર વેરવેખેર થઈ ગઈ હતી. જોકે લારી ચાલકને ફંગોળ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગેના સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રોડની એક તરફ લારી લઈને ચાલી રહ્યા યુવકને કાર ચાલક કેવી રીતે ફંગોળીને ફરાર થઈ જાય છે. હાલ પોલીસે સી.સી.ટી.વી.ના આધારે કાર ચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular