નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ Dwarka Crime News: છેલ્લાં 14 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરતો દુષ્કર્મનો આરોપી દ્વારકા (Dwarka) પોતાના પાપ ધોવા જતાં પોલીસે હવસખોરને ઝડપી પાડ્યો હતો. હવસખોરે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરતાં ભરૂચ કોર્ટે (Bharuch Court)10 વર્ષની સજા ફટકારી હતી. જોકે જેલમાંથી ર્ફ્લો રજા પર બહાર આવીને રજા પૂર્ણ થતાં આરોપી જેલમાં પરત ન ફરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે (Bharuch Police) 14 વર્ષે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અંકલેશ્વરમાં વર્ષ 2005માં જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપીપળા ચોકડી નજીક આવેલા બાપુનગર રહેતા આરોપી રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુતે ૫ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને ભરૂચ કોર્ટે રાધેસિંગને 10 વર્ષ કેદની સજા ફટકારતા આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન વર્ષ 2008માં આરોપીને તારીખ 06થી 21 સપ્ટેમ્બરમાં 14 દિવસની ર્ફ્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે જેલની રજા પૂર્ણ થયાં બાદ રાધેસિંગ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો.
પ વર્ષની બાળકીને ન્યાય અપાવવા માટે પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પેરોલ ફર્લો સ્કોડને દુષ્કર્મના આરોપી તરફ વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. ઉચ્ચ અધિકારીની સુચના મળતા પોલીસ સબ ઈન્સપેક્ટર વી.એ. રાણા અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ આરોપીને ઝડપી પાડવા માટે તપાસમાં લાગી હતી. આ દરમિયાન સ્કોર્ડને માહિતી મળી હતી કે, આરોપી દ્વારકા ખાતે દર્શન કરવા માટે આવવાનો છે. માહિતી મળતાં જ ભરૂચ પેરોલ ર્ફ્લોની ટીમ દ્વારકા પહોંચી હતી અને મંદિર, સ્ટેશન અને બજારમાં વોચ ગોઠવી હતી. આરોપી રાધેસિંગ પર આરોપીની નજર પડતાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીને ભરૂચ લાવીને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આમ પોલીસે દુષ્કર્મના આરોપીને 14 વર્ષ બાદ ફરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796