નવજીવન ન્યૂઝ. ઉમરગામ: આજના સમયમાં જ્યારે લોકો ધર્મના નામે એકબીજા સાથે વાદ-વિવાદ કર્તા હોય છે ત્યારે ઉમરગામની એક 14 વર્ષની મુસ્લિમ બાળકીએ લોકોને આશ્ચર્યચકિત કરી દે તેવું કામ કરી બતાવ્યુ છે. આ બાળકીએ ભગવત ગીતાની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાગવત ગીતા એ હિન્દુઓનો ધાર્મિક ગ્રંથ છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એક અન્ય ધર્મની બાળકી ભગવત ગીતાના પાઠ કરવામાં પ્રથમ સ્થાન લઈ આવી છે.
ખુશ્બુ અબ્દુલ મહેબુબ ખાન નામની આ બાળકીને આખી ભગવત ગીતા કંઠસ્થ છે. સામાન્ય રીતે ભગવત ગીતાના તમામ અધ્યાયનું જ્ઞાન યાદ રાખવું તે ઘણું મુશ્કેલ કામ છે, પરંતુ આ બાળકીને ભાગવત ગીતાના તમામ અધ્યાય કડકડાટ યાદ છે. ખુશ્બુ અગાઉ પણ ભગવત ગીતાની અનેક ક્વિઝમાં ભાગ લઈ ચૂકી છે અને તેમાં જીતી પણ છે. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી દરમિયાન સ્વામી વિવેકાનંદ ક્વિઝ મહાઅભિયાનમાં પણ ખુશબુએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને હવે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ કક્ષાની ભગવત ગીતાની સ્પર્ધામાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સિક્ષણ અભિયાન દ્વારા એડ્યુટર એપ પર ભગવત ગીતા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં ગીતાના 3915 ઉપદેશો પરથી પ્રશ્નો ગોઠવવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં ખુશબુએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખુશબુને આગામી સ્મયમાં શિક્ષણ મંત્રી દ્વારા સન્માનીત કરવામાં પણ આવશે.
આ અંગે વાત કરતા ખુશબુના પિતા અબ્દુલ ખાન જણાવે છે કે, “મારી દીકરી ભગવત ગીતા ક્વિઝમાં સમગ્ર દેશમાં પ્રથમ આવી તે અંગે મને તેના પર ગર્વ છે. દરેક ધર્મ એક જ છે તેવા ઉદ્દેશ્ય સાથે અમે અને શિક્ષકોએ ખુશબુને ગીતાના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. અગાઉ પણ તેણે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત આયોજિત સ્વામી વિવેકાનંદ ક્વિઝમાં પણ ખુશ્બુએ દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.