નવજીવન વડોદરાઃ વડોદરાના ન્યૂ અલકાપુરી ખાતે બે ટ્વીન્સ ભાઈઓએ પોતાના સ્ટડી રૂમમાં જ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ભાઈ મૃત્યુ પામ્યો છે જ્યારે અન્ય એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનામાં બંને ભાઈઓ નીટની પરીક્ષાની તૈયારીઓ કરતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતક ભાઈનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારની શાંતમ રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ પટેલને બે ટ્વીન્સ પુત્રો હતા. જેમાં 18 વર્ષીય રૂપેન અને રિહાનનો સમાવશ થાય છે. રાજેશભાઈ અને તેમના પત્ની આણંદમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સોમવારે સાંજે બંને ભાઈઓ રૂપેન અને રિહાન પોતાના પોતાના સ્ટડી રૂમમાં હતા. તેમણે તે વખતે અલગ અલગ નેપ્કીનથી પંખાના હુકમાં બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
જોકે સાંજે જ્યારે માતા-પિતા નોકરીથી પરત આવ્યા ત્યારે ઘરે એકદમ શાંત વાતાવરણ હતું. તેમણે જ્યારે સ્ટડી રુમમાં જ્યારે પોતાના બંને પુત્રોને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોયા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. તેમના મનમાં રીતસરનો ત્રાસ્કો પડ્યો, માતા-પિતાએ રીતસરની પોક મુકી, તેમનો અવાજ સાંભળી આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે તે જ વખતે રિહાનના ગળાનો ગાળીયો છૂટી ગયો અને તે નીચે પટકાયો હતો. લોકોની મદદથી બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ રુપેનને મૃત જાહેર કર્યો હતો જ્યારે રિહાન જીવીત હોઈ તેની સારવાર શરૂ કરી હતી.
આ બાજુ આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતાં હતા અને છેલ્લા બે દિવસથી તેમની નીટની પરીક્ષાની તૈયારીઓ ચાલુ હતી. પરીક્ષા આપીને તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમણે ચિંતામાં આપઘાત કર્યો હોવાનું પ્રારંભીક દૃષ્ટીએ લાગી રહ્યું છે. પોલીસનું માનવું છે કે બંને ભાઈઓ પરીક્ષાના પરિણામથી ચિંતત થઈ ડિપ્રેશનમાં આવી ગયા અને તેમણે અંતિમ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.