Wednesday, December 11, 2024
HomeSeriesDeewal Seriesતેણે બુરખો પહેર્યો હતો પણ યુસુફ તેને કોર્ટમા ઓળખી ગયો તે પોતાના...

તેણે બુરખો પહેર્યો હતો પણ યુસુફ તેને કોર્ટમા ઓળખી ગયો તે પોતાના આંસુ રોકી શકયો નહિ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-59 દીવાલ) : પરવેઝ Pervez અને યુસુફ Yusuf પણ બ્લાસ્ટ કેસ Blast Case ના આરોપી થઈ ગયા છે, તે મહંમદ Muhammad અને તેના સાથીઓને ખબર ન્હોતી. કારણ પરવેઝ Pervez અને યુસુફ Yusuf તેમના કરતા અલગ લોકઅપમાં હતા, તમામ કેસના રિમાન્ડ પુરા થઈ ગયા હતા. આ કેસમાં કોઈને પણ હમણાં તો જામીન મળે તેવી કોઈ શકયતા ન્હોતી. એટલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી પોલીસવાન નિકળી કોર્ટમાં જઈ રહી હતી ત્યારે મહંમદ Muhammad અને તેના સાથીઓની સાથે પરવેઝ Pervez અને યુસુફ Yusuf પણ હતા. મહંમદે Muhammad પહેલા યુનુસ સામે ઈશારો કરી પુછયુ આ બે કોણ છે. મહંમદ Muhammad તેમને ઓળખતો સુધ્ધા ન્હોતો. પરવેઝ Pervez ને માત્ર ચાંદ Chand ઓળખતો હતો અને યુસુફ Yusuf ને માત્ર દાનીશ ઓળખતો હતો, ચાંદ અને દાનીશ તેમની સામે જોવા લાગ્યા તેમને પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આ બંન્ને તેમની સાથે પોલીસવાનમાં કેમ છે.



પરવેઝ Pervez અને યુસુફના ચહેરા ઉપરનું દુઃખ જોઈ શકાતુ હતું. દરેક વખતે આ આરોપીને કોર્ટમાં રજુ કરતી વખતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત કોર્ટમાં ગોઠવવામાં આવતો હતો. તે દિવસે પણ તેવી જ સ્થિતિ હતી. સિન્હા Sinha તમામ આરોપીઓ સાથે કોર્ટમાં રજુ થયા હતા. સરકારી વકિલે આઠે આરોપીઓના રિમાન્ડ પુરા થયા છે તેવી જાહેરાંત કરી તેમને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટને વિનંતી કરી હતી. મેજીસ્ટ્રેટે પુછ્યું કે તમારે કઈ કહેવુ છે, ત્યારે મહંમદે Muhammad ઊભા થઈ ના પાડી હતી. કોર્ટે તમામને જયુડીશીયલ કસ્ટડી એટલે સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail માં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટમાં અનેક મુસ્લિમોની હાજરી હતી, પણ કોણ કોના સગા છે તે નક્કી કરવું મુશ્કેલ હતું. ક્રાઈમ બ્રાન્ચે Crime Branch પરવેઝ Pervez ઉપર આતંકીઓને દસ્તાવેજ વગર સીમકાર્ડ આપવાનો આરોપ મુકયો હતો. જ્યારે યુસુફ Yusuf ઉપર બ્લાસ્ટમાં સાઈકલ પુરી પાડવાનો આરોપ હતો.

યુસુફ Yusuf નું ધ્યાન કોર્ટમાં આવેલા લોકોની વચ્ચે એક મહિલા તરફ ગયું તેણે બુરખો પહેર્યો હતો અને તેણે એક નાનકડા બાળકને તેડયું હતું, મહિલાએ બુરખો પહેર્યો હોવા છતાં યુસુફ Yusuf તેને ઓળખી ગયો અને તેના આંખમાં આંસુ દોડી આવ્યા, તે તેની પત્ની હતી અને તેના હાથમાં તેની દિકરી હતી. તેને થયું કે તે દોડી પત્ની પાસે જાય અને પોતાની દિકરીને તેડી ગળે વળગાડી દે, પણ તેને ખબર હતી કે તે તેવું કરી શકતો નથી. તેના આંસુ પત્ની જોઈ જાય નહીં માટે તેણે ચહેરો ફેરવી લીધો. પરવેઝ Pervez ની સ્થિતિ પણ કઈક આવી હતી. તેની વૃધ્ધ માઁ કોર્ટમાં પોતાના પરવેઝ Pervez ને જોવા માટે આવી હતી. તે ટોળાની વચ્ચે ઊભી રહી, પરવેઝ Pervez સામે જોઈ રડી રહી હતી. તેનું મન ચીસો પાડી પાડી કહેતુ હતું કે મારો પરવેઝ Pervez આતંકી નથી, પણ માઁની વેદના સમજવાની ક્ષમતા પોલીસ અને કોર્ટ પાસે ન્હોતી.




કોર્ટના આદેશ બાદ પોલીસ તેમને ઝડપથી કોર્ટની બહાર લાવી પોલીસવાનમાં બેસાડી સાબરમતી જેલ Sabarmati Jail તરફ જવા રવાના થઈ, યુસુફ Yusuf ને ખબર ન્હોતી કે હવે તે ક્યારે જેલ Jail માંથી બહાર આવશે પણ તેને મનમાં ઉંડે ઉંડે તેવું થઈ રહ્યું હતું કે તેને જરૂર ન્યાય મળશે અને તે જલદી છુટી જશે. સાબરમતી જેલ Sabarmati Jail ના દરવાજે પોલીસવાન આવી ઊભી રહી ત્યારે તેના ઊંચા અને લોંખડી દરવાજા જોઈ પરવેઝ Pervez ધ્રુજી ગયો હતો, તેણે વિચાર કર્યો એક સામાન્ય મોબાઈલની દુકાન ચલાવનાર માણસની જીંદગી હવે આ દિવાલોની પાછળ પસાર થશે જેલ પોલીસે તમામ આઠે આરોપીઓને જેલમાં પ્રવેશ આપતા પહેલા તેમની અંગ જડતી (તપાસ કરી) લીધી હતી. જેલની કાર્યવાહી પુર્ણ થઈ તે અંદર દાખલ થયા ત્યારે હવે તેમના નામની સાથે એક કેદી નંબર પણ જોડાઈ ગયો હતો. જેલ પોલીસે તે તમામને એક બેરેક Barracks માં મોકલી આપ્યા હતા. આ તમામ કાર્યવાહી પુરી કરતા તેમને સાંજ પડી ગઈ હતી.

- Advertisement -

હવે સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail ની ઊંચી દિવાલો પાછળની તમામની એક નવી જીંદગીની શરૂઆત હતી, પરવેઝ Pervez અને યુસુફ Yusuf ને બાદ બાકી છને અહીં આવવનો કોઈ અફસોસ ન્હોતો. તેમને મન તો તેમની જીંદગીની સ્ક્રીપ્ટ તેમણે લખી છે તેવી રીતે જ ચાલી રહી હતી. બેરેક Barracks માં ગયા પછી પરવેઝ Pervez અને યુસુફ Yusuf એકલા બેઠા હતા. યુનુસ તેમને મળવા આવ્યો અને કહ્યું મેજર આપકો બુલાતે હૈ, પરવેઝ Pervez અને યુસુફ Yusuf માટે આ નામ અજાણ્યુ હતું તેઓ આશ્ચર્યથી યુનુસ સામે જોવા લાગ્યા. યુનુસે મહંમદ Muhammad તરફ ઈશારો કરતા કહ્યું મહંમદભાઈ Muhammad bhai બુલા રહે હૈ. બંન્ને સંકોચ સાથે ઊભા થયા અને મહંમદ Muhammad પાસે આવ્યા ત્યારે જ ચાંદ અને દાનીશ Danise પણ તેમની પાછળ આવ્યા, મહંમદે Muhammad પોતાના મનમાં ચાલી રહેલો સવાલ પુછયો આપ દોનો કો ક્યું એકયુઝ બનાયા, તરત ચાંદે Chand કહ્યું મેજર યહ પરવેઝ Pervez હૈ, મેં ઉસકે પાસ સે સીમકાર્ડ લાયા થા અને દાનીશે કહ્યું યહ યુસુફ Yusuf હૈ, દરિયાપુર મેં સાઈકલ કી દુકાન હૈ, મેં સાઈકલ ઉન્હી સે લાયા થા, મહંમદ Muhammad વકિલ હતો તેને આશ્ચર્ય થયું તેને ખબર પડી નહીં કે આ બંન્ને કેવી રીતે આરોપી બન્યા, તેણે આશ્ચર્ય સાથે પુછ્યું સીમકાર્ડ દીયા ઔર સાઈકલે દી તો ક્યાં હુવા એકયુઝ કૈસે હો ગયે. યુસુફ Yusuf અને પરવેઝ Pervez એકબીજા સામે જોવા લાગ્યા, પરવેઝે Pervez શ્વાસ ભર્યો અને કહ્યું ક્રાઈમ ચાહતી થી કી હમ આપકે ખીલાફ ગવાહી દે, હમને મના કિયા, હમકો બહુત સમજાયા, બહુત પીટા ઔર ડરાયા ભી, લેકીન હમ વીટનેસ નહીં હુવે તો હમે એકયુઝ બના દીયા. મહંમદે Muhammad છણકો કરતા કહ્યું આપ બેવકુફ હો, આપ કો વીટનેસ હોને સે કૌન રોકતા થા, અરે મુઝે પુછા હોતા તો મેં આપકો વીટનેસ હોને કો કહ દેતા, અરે દોસ્ત આપકો જીસકે સાથ કોઈ વાસ્તા નહીં ઉસકે લીયે આપ કૈસે એકયુઝ હો શકતે હો.



પછી થોડીવાર એકદમ શાંતિ છવાઈ ગઈ, બધા મહંમદ Muhammad સામે જોઈ રહ્યા હતા, તેણે પરવેઝ Pervez અને યુસુફ Yusuf સામે જોતા કહ્યું દેખો હમને જો કીયા, વો સોચ-સમજકર કીયા, હમે ફાંસી હોને વાલી હૈ વહ ભી હમે માલુમ હૈ, ઉસકા હમે કોઈ ગમ ભી નહીં હૈ, લેકીન આપ તો અભી છોટે હો, લંબી જીંદગી બાકી હૈ, ઔર બ્લાસ્ટ Blast કે સાથ આપ કા કોઈ લેના-દેના નહીં હૈ, ફીર ભી આપ શહિદ હોને કો હમારે સાથ આ ગયે, પરવેઝ Pervez અને યુસુફ Yusuf ને લાગ્યું કે જ્યારે સિન્હા Sinha સાહેબ સાક્ષી થવા માટે ધમકાવી રહ્યા હતા ત્યારે આ માણસ મળી ગયો હોત તો કદાચ તેઓ અંદર આવ્યા ના હોત પણ હવે મોડુ થઈ ગયું હતું, મહંમદે Muhammad વિચાર કરી કહ્યું યુનુસ એક કામ કરો, હમારી જમાનત તો સુપ્રીમ કોર્ટ Supreme Court સે ભી હોને વાલી નહી હૈ, યહ દો બચ્ચે બેકસુર હૈ, અગલે હપ્તે ઉનકી જમાનત હમ રખ દેતે હૈ ઔર મેરે પાસ સનદ ભી હૈ, મેં ઉનકી જમાનત કરવા દુંગા, પરવેઝ Pervez ની આંખમાં આંસુ આવી ગયા તેણે બે હાથ જોડી મહંમદ Muhammad નો આભાર માન્યો, મહંમદ Muhammad ઊભો થઈ ગયો અને પરવેઝ Pervez ને ભેટી પડયો, તેણે તેના ઉપર હાથ ફેરવતા કહ્યું રોના બંધ કરો, અલ્લાતાલા સબ ઠીક કર દેંગા… મેં આપકી જમાનત કરવા દુંગા આપ અપને પરિવાર કે પાસ બહુત જલદી ચલે જાયેંગે યહ મેરા વાદા હૈ. મહંમદ Muhammad નું વાકય પુરૂ થયું ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail ની પાછળ આવેલી મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાયો…

(ક્રમશઃ)

PART – 58 | તેણે કહ્યુ સાહેબ હિન્દુ હોત તો સારુ થાત તમે કહો તેવુ જ કરતા પણ અમારી કોમ અમને જીવતી નહિ છોડે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular