નવજીવન ન્યૂઝ.ગોધરાઃ પંચમહાલ જિલ્લાના મૂળ સામલી ગામની વતની તૃષા સોલંકીની નિર્મમ હત્યા કરનારા હત્યારાને ફાંસી આપવાની માંગ તેના મુળ વતન ગોધરા તાલુકાના સામલીના ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા તૃષાના આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી.જેમા હત્યારાઓને ફાંસી આપો ન્યાય આપોના બેનર સાથે કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં સામલી ગામના આબાલ, વૃદ્ધ, યુવાનો, બહેનોની આંખમાં આંસુ સાથે એક દીકરી ગુમાવ્યા દર્દ છલકાતું હતું. સાથે હત્યારાને ફાંસી આપી રાજ્યમાં આવી ઘટના ફરી ક્યારેય ન બને અને કોઈ માં બાપને પોતાની લાડકી દીકરી, કોઈ ભાઈને પોતાની વ્હાલ સોઈ બહેન ન ગુમાવવી પડે તે માટે માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પાસે તૃષા સોલંકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા તેને પ્રેમ કરતા એક તરફી પ્રેમી દ્વારા જ કરવામાં આવી હતી. તૃષા તેની સાથે સંબંધ રાખવાની ના પાડતી હતી તેના કારણે તેણે તેને પતાવી દીધી હતી. પાળીયાના ઘા એક પછી એક એવા માર્યા કે તૃષાનો હાથ પણ શરીરથી અલગ થઈ દુર જઈને પડ્યો હતો. પોલીસે આ હત્યારાને ઝડપી પાડ્યો છે અને તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
![]() |
![]() |
![]() |