ઉર્વીશ પટેલ.વડોદરાઃ વડોદરાના ચકચારી હરણી બોટકાંડમાં ઘણા પરિવારોના દીવડા હોલવાયા, આવા પરિવારો ન્યાની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે પરંતુ હવે જાણે તેમને ન્યાયની અપેક્ષા પણ રહી નથી. અહીં વિસ્તૃત વીડિયો અહેવાલમાં પરિવારોની શું સ્થિતિ છે તે આપણે જોઈશું અને સાથે એ પણ સમાચાર છે કે ભોગ બનેલા પરિવાર દ્વારા જ્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન્યાય માગ્યો તે પછી તેમની ઘણી દુખદ સ્થિતિ થઈ ગઈ છે. કાર્યવાહીની બીકે તો ઘણા અવાજો દબાઈ ચુક્યા છે પરંતુ અહીં પીડિતોનો અવાજ પણ સંવેદનશીલ સરકારના હૃદય સુધી જાણે ના પહોંચતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક પરેશાન અને દુઃખી પરિવારને હજુ કેટલો પરેશાન કરશો તેવો સવાલ જરૂર આપના મનમાં થશે, જ્યારે આ અહેવાલ તમારા સુધી પહોંચ્યો છે અને જ્યારે તમે તેની દરેક વિગતોને સંપૂર્ણ જૂઓ છો. અમે આ વીડિયોમાં મહેનત ઘણી કરી છે, પ્રયત્ન કર્યો છે કે પીડિતોનો અવાજ બની શકીએ. અહીં આપ તે વીડિયો જુઓ સાથે જ સમાચાર એવા પણ છે કે પીડિત શિંદે પરિવારને ઘર ખાલી કરવાની નોટિસ પણ મળી છે. આવતીકાલે 17મીએ તેમને તંત્ર સામે પોતાના રહેઠાણને લઈને પુરાવા રજૂ કરવાના છે.
2જી મેએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના આજવા રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં કરોડોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે ગયા હતા. જ્યાં અચાનક કાર્યક્રમ વચ્ચે બોટકાંડમાં દીકરી ગુમાવનાર સરલા શિંદે અને દીકરો ગુમાવનાર માતા સંધ્યા નિઝામા ઊભા થાય છે અને મોટા અવાજે પોતાની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચશે તે આશાએ ન્યાય માગવા રજૂઆત કરી હતી. જોકે અહીંથી સત્તાનો અજબ ખેલ જાણે શરૂ થયો હોય તેવું લોકો માની રહ્યા છે. અહીં તેમને તો પહેલા કાર્યક્રમમાંથી મોંઢા પર હાથ મુકી બહાર કરી દેવાય છે. ખુદ મુખ્યમંત્રી પણ આ મામલે કહે છે કે તમે પ્રીપ્લાન્ડ એજન્ડા સાથે આવ્યા છો. સંતાન ગુમાવનારી માતા સરલા શિંદેને હવે છત પણ ગુમાવવી પડે તેવા સંજોગો છે.
વાત એવી છે કે હાલમાં બુલડોઝર એક્શન યુપીથી શરૂ થઈને દાદાના બુલડોઝર એક્સન તરીકે ગુજરાતમાં પણ જોરશોરથી ચાલે છે. મીડિયામાં પણ આવા બુલડોઝર એક્શન વાળા હેડિંગ્સ સાથેના અહેવાલો ભરપૂર આંકડાઓ એકત્ર કરે છે. આમ એક્શનને જોરદાર પ્રચાર પણ મળે છે, વાહવાહી તો નફામાં. જોકે પીડિતોની સ્થિતિ અંગે જાહેરમાં વિચાર અને ચર્ચા કરનારા ઘણા ઓછા જોવા મળે છે, જે તમે પણ અનુભવ્યું હશે. હવે આ મામલામાં જેમ અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણોને હટાવાયા તેમ હવે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજા-રાણી તળાવ અને અજબ તળાવ પાસેના ગેરકાયદે દબાણોને હટાવવાની તૈયારી તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. આ જ વિસ્તારમાં જ્યાં સરલા શિંદે પણ રહે છે. તેમને આવતીકાલે 17મી મે 2025ની બપોરે 3 વાગ્યા સુધીમાં મકાનના પુરાવા રજૂ કરવાની મુદ્દત આપવામાં આવી છે. આમ મુખ્યમંત્રીના કાર્યક્રમના વિવાદના 5 દિવસમાં જ નોટિસ મળી કે ઘર ખાલી કરો. આ અગાઉ 2024ના ડિસેમ્બર મહિનામાં પણ નોટિસ અપાઈ હતી.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામ તંત્ર દૂર કરશે પણ સાથે જો કોઈ ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી અને ભારતીય નાગરિક છે તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા ચોક્કસ કરાશે. સરલા શિંદેને તમે ઉપરોક્ત વીડિયોમાં સાંભળ્યા, તેમના શબ્દોમાં હવે ન્યાયની કોઈ આશા રહી હોય તેવું લાગતું નથી. જોકે તેમનું કહેવું છે કે 45 વર્ષથી સરકારને અહીં વસાહત હોવાની કોઈ જાણકારી નહોતી? મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી ઊંઘ ખુલી? મારી દીકરી ગુમાવી તેમાં ન્યાય તો નહીં પણ હવે છત પણ છીનવી રહ્યા છે. આ કેવો કાયદો? અમારા લાઈટ બિલ આવે છે. આ ઉપરાંતના પણ ઘણા પુરાવાઓ છે. આશીષભાઈ એક જ ભાજપનો મર્દ માણસ છે. જેણે અમારા દુઃખને વાચા આપી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








