Sunday, November 2, 2025
HomeInternationalબોલો… ટ્રમ્પના અમેરિકાની પોલીસ પણ શીખી ગઈઃ બાળકીને રોડ પર રઝડતી મુકી,...

બોલો… ટ્રમ્પના અમેરિકાની પોલીસ પણ શીખી ગઈઃ બાળકીને રોડ પર રઝડતી મુકી, માતાને ઉઠાવી લીધી- Video જોઈ ધ્રુજી જવાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ન્યૂયોર્કઃ ભારતમાં આપણે ઘણી વખત સંતાન સામે પોલીસના બળ પ્રયોગો જોયા છે. આવું જ કાંઈક અમેરિકામાં જોવા મળે તેની કલ્પના કોઈ કરે નહીં કારણ કે કહેવાતા જગત જમાદાર અમેરિકામાં પ્રેસ ફ્રિડમ, ડેમોક્રેસી, માનવતા, માનવ અધિકારો સહિતની વાતો આપણે સાંભળી છે. જોકે અહીં એક વીડિયો સોશ્યલ મીડિયા પર ભરપૂર ચાલી રહ્યો છે.

અમેરિકાની NYPDનો એક વીડિયો સામે આવ્યો છે જે અહીં આપને દર્શાવ્યો છે. જે શેર કરતા કહેવાયું છે કે, NYPD (New York City Police Department) અને ICE (Immigration and Customs Enforcement) દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી દરમિયાન એક ચિલીયન મહિલાને રોડ પરથી જ ઉચકી લેવામમાં આવી અને તેને પોલીસની કારમાં બેસાડી દેવામાં આવી.

- Advertisement -

આ મહિલા અમેરિકી પોલીસને ત્યાં જ તેમની જ અંગ્રેજી ભાષામાં કહે છે કે મારી સાથે મારી દીકરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ એજન્સીના અધિકારીઓ મહિલાનું એક સાંભળતા નથી અને તેને વાહનમાં બેસાડી દે છે. જુઓ આ વીડિયો…

જોકે ઉપરોક્ત વીડિયો ન્યૂયોર્કનો હોવાનું કહેવાય છે. Call to Activism નામના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ થયેલા આ વીડિયોમાં જાણકારી આપવામાં આવી છે કે “આ મહિલા અહીં વેકેશન મનાવવા આવી હતી. અહીં તે મહિલાની દીકરીને રોડ પર જ એકલી છોડી દેવામાં આવી. આ છે ટ્રમ્પનું અમેરિકા”

અન્ય એક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં, કહે છે કે, ગ્રીન કાર્ડ ધરાવતી ચિલીની એક મહિલાની ભૂલથી તેની પુત્રી સામે ધરપકડ કરવામાં આવી હતી. ન્યુ યોર્ક સિટી પોલીસે દેશમાં કાયદેસર રીતે રહેતી ચિલીની મહિલા જાવિએરા મોન્ટેરોની ધરપકડનો પ્રતિકાર કરવા બદલ ધરપકડ કરી હતી.

- Advertisement -

મોન્ટેરોએ જણાવ્યું છે કે, પોલીસથી ભાગી રહેલા લોકો દ્વારા તેણી અને તેની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો, અને જ્યારે તેણીએ મદદ માટે ફોન કર્યો ત્યારે તેણીની જ ધરપકડ કરવામાં આવી હતી. યુનિવિઝન નોટિસિયાસ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે ગત 4 જુનનો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular