Monday, October 13, 2025
HomeNationalચેસ ઓલિમ્પિયાડ: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને જાહેરાતમાં PM મોદી અને રાષ્ટ્રપતિના ફોટા...

ચેસ ઓલિમ્પિયાડ: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને જાહેરાતમાં PM મોદી અને રાષ્ટ્રપતિના ફોટા ન મૂકવા બદલ ઠપકો આપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મદુરાઈ: મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે મદુરાઈમાં આયોજિત ચેસ ઓલિમ્પિયાડના 44મા સત્રની જાહેરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ફોટાનો સમાવેશ ન કરવા બદલ તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશ એમ.એન. ભંડારી અને જસ્ટિસ એસ. અનંતીની ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા બંનેના ફોટાનો સમાવેશ ન કરવા માટે આપેલા કારણોને નકારી કાઢ્યા હતા.

ખંડપીઠે કહ્યું કે જાહેર કાર્યક્રમોના મામલામાં, રાષ્ટ્રીય હિત અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન જેવા મહાનુભાવ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આમંત્રણ સ્વીકારે છે કે નહીં, તેમના ફોટા ત્યાં હોવા જોઈએ કારણ કે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ખંડપીઠે મદુરાઈ નિવાસી આર. રાજેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલનો નિકાલ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. અરજીમાં માત્ર રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના ચિત્રના ઉપયોગને ગેરકાયદેસર, મનસ્વી અને ઘણા કેસોમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

- Advertisement -

અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે તમિલનાડુ સરકારને જાહેરાતોમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીરો સામેલ કરવાનો નિર્દેશ આપે. જેના પર સુનાવણી કરતા કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તેઓ જાહેરાતોમાં બંને ટોચના નેતાઓની તસવીર લગાવે. કુમારે પોતાની અરજીમાં કહ્યું કે 44મું ચેસ ઓલિમ્પિયાડ ગુરુવારથી ચેન્નાઈ, તમિલનાડુના મામલ્લાપુરમમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે. આ ટુર્નામેન્ટ જે 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચાલવાની છે, તે મોટાભાગે જાહેર કર દ્વારા પ્રાયોજિત છે.

અરજદારે કહ્યું, “આ એક એવો પ્રસંગ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવી શકે છે. પરંતુ શાસક પક્ષે (તમિલનાડુમાં) તેનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે એક કાર્યક્રમ તરીકે કર્યો હતો. ફોટોગ્રાફ્સ સિવાય માત્ર મુખ્યમંત્રી સ્ટાલિનની તસવીર છે. આ જાહેરાતમાં મૂકવામાં આવી છે.”

TN BJPના વડા કે અન્નામલાઈએ કહ્યું કે પાર્ટી ક્યારેય પણ તેના કાર્યકરોને પોસ્ટર પર દેખાવાની સલાહ આપતી નથી. “અમે ક્યારેય અમારા નેતાઓ અને કાર્યકરોને પોસ્ટર પર દેખાવાની સલાહ આપતા નથી કારણ કે અમે ખૂબ જ શિસ્તબદ્ધ પાર્ટી છીએ. પરંતુ PM મોદી ચેસ ઓલિમ્પિયાડ 2022 ભારતમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.” અન્નામલાઈએ કહ્યું, “કોર્ટે ખૂબ જ સ્પષ્ટ આદેશ આપ્યો છે. મને આશા છે કે તામિલનાડુ સરકાર આગલી વખતે તેના પર ધ્યાન આપશે અને આવી બાબતોનું રાજનીતિકરણ કરશે નહીં.” કોર્ટમાં અરજીકર્તાએ તમિલનાડુ સરકાર પાસે જાહેરાતોમાં વડાપ્રધાનની તસવીર સામેલ ન કરવા બદલ માફીની માંગ કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular