નવજીવન સુરતઃ ગત વર્ષે 2020ના ડિસેમ્બર માસમાં સુરતના પાંડેસરા ખાતે બાળકી પર વડાપાઉની લાલચ આપી તેના પર દુષ્કર્મ આચરનાર અને બાદમાં ઈંટના ઘા મારીને તેની કરપીણ હત્યા કરી નાખનાર દિનેશ બેસાણ નામના શખ્સને કોર્ટે દોષિત માન્યો છે. આ શખ્સે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. કોર્ટે જોકે આગામી 16મીએ સજા સંભળાવવાનું નક્કી કર્યું છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક 10 વર્ષની દીકરીને ગત 7 ડિસેમ્બર 2020એ પોતાના મોટા કાકાના ઘરની બહાર રમતી હતી. દરમિયાન દિનેશ દશરથ બૈસાણ નામનો શખ્સ ત્યાં આવે છે અને તે દીકરીને ચાલ વડાપાઉ આપીશ તેવી લાલચ આપીને તેને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. આ પછી તે દીકરીને લઈને બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઈંડસ્ટ્રિયલ પાર્ક ખાતે લઈ ગયો. જ્યાં તે દીકરીને ઝાડીઓમાં લઈ ગયો. ત્યાં તે દીકરી સાથે દુષ્કર્મ કરતો હતો ત્યારે દીકરીએ તેનો પ્રતિકાર પણ કર્યો, તેણે દિનેશના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું.
બાળકી બચકું ભરી લેતા દિનેશ તેના પર ગુસ્સે થયો અને તેણે એક પછી એક દીકરીના માથા પર ઈંટના સાત ઘા પુરી તાકાતથી માર્યા હતા અને દીકરી ત્યાં જ મૃત્યુ પામી હતી. તેની સામે પોલીસે હત્યા, દુષ્કર્મ અને અપહરણ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.
જે પછી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતાં તેની સામે 15 દિવસમાં 232 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. આ ઉપરાંત પોલીસ નક્કર પુરાવાઓ સાથે કોર્ટમાં ઉભી હતી. પોલીસે કામ બખુબી કરી 45 જેટલા પંચ સાક્ષીઓ, સીસીટીવી, એફએસએલ રિપોર્ટ, દીકરીના પરિવાર સહિત ઘણા અન્ય સાક્ષીઓને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. બંને પક્ષના વકીલોની કામગીરી બાદ કોર્ટે આખરે દિનેશને દોષિત જાહેર કર્યો છે. આ કેસમાં કોર્ટ આગામી 16મી ડિસેમ્બરે સજા સંભળાવશે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









