નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ભારતની સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષાનું આજે પરિણામ (upsc result 2023) જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લાખો યુવાનો આ પરીક્ષા પાસ કરીને અધિકારી બનવાનું સ્વપ્ન જોતાં હોય છે, પરંતુ તેમાંથી થોડા જ વ્યક્તિઓ આ પરીક્ષા પાસ કરી શકે છે. આજે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાંથી (Gujarat) માત્ર 16 જ યુવાનો આ પરીક્ષા પાસ કરી શક્યા છે. આ 16 પૈકી એક યુવાન છે સુરતના એક ASIનો પુત્ર મયુર પરમાર (Mayur Parmar). મયુરે UPSCમાં દેશમાં 823મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે.
મયુર પરમારના પિતા સુરતના સલબતપુરા પોલીસ (Surat Police) સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે અને હાલ દીકરાની સફળતાને પગલે ચોતરફથી લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. જેના પગલે એક પિતાની છાતી પણ પુત્રની સફળતાથી ફૂલી ગઈ છે. સુરતમાં 80 લાખની વસ્તી ધરાવતા એક માત્ર યુવાને UPSC પરીક્ષામાં ઉર્તીણ થતા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મયુર પરમારે IAS બનાવાની ઇચ્છા વ્યકત કરી છે અને UPSC પાસ થવાના રહસ્ય પણ જણાવ્યા છે.
મયુર પરમારે મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 2017માં સાયન્સમાંથી સ્નાતક થયા બાદ 3 મહિના સિવિલ એંન્જનિયરિંગની નોકરી કરી હતી. ત્યારબાદ 2018માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં શરૂઆત બે અટેમ્પ્ટમાં તેમને નિષ્ફળતા પણ મળી છે અને ત્રીજા અટેમ્પ્ટમાં તેમણે UPSCની પરીક્ષા ક્રેક કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતના તબક્કામાં યોગ્ય માર્ગદર્શન ન મળતા નિષ્ફળતા હાથલાગી હતી. ત્યાર બાદ સિનિયરના સંર્પક કરી સાચા માર્ગદર્શન સાથે કયા પ્રકારની તૈયારી કરવી છે, UPSCમાં MCQ કઈ રીતના પૂછાય છે, મેન્સમાં કેવી રીતે લખવું, રાઈટિંગ પ્રકટિસ કરી માર્ગદર્શન મેળવી તૈયારી કરતા આ વખતે સફળતા મળી છે.
મયુર પરમારે UPSCની સફળતા અંગે જણાવ્યું હતું કે, સંઘર્ષ જ એક માત્ર હથિયાર છે. NITમાંથી ગેજ્યુએશન કરી શરૂઆતના સમયે સિવિલ એન્જિનિયરિંગ કરી અને ત્યારબાદ UPSCને લાગતા મટિરિયલ વાંચ્યા. રાતના સમયે વધારે વંચાન કર્યુ, ઓનલાઈન માધ્યમનું સકારાત્મક ઉપયોગ કરી સ્માર્ટ વર્ક કરી તૈયારી કરી. પહેલા 10થી 12 કલાક વાંચન હતું, ત્યાર બાદ 9 કલાક વાંચન કરી પરીક્ષા આપી અને આજે પરીક્ષામાં ઉર્તીણ થયો. તેમણે IAS બનવાની ઈચ્છા સાથે એજ્યુકેશન સેકટર અને સમાજિક સેક્ટરમાં કામગીરી કરવાની વાત કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796