નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના (Vadodara) ગોત્રીમાં દિલ્હીની CA યુવતીએ સપ્ટેમ્બર 2021માં ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station) ખાતે શહેરના જાણીતા CA અશોક જૈન અને પાવાગઢના ટ્ર્સ્ટી (Pavagadh Trustee) રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાર બાદ હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવનાર યુવતી કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગઈ છે. ફરિયાદી કોર્ટમાં કબૂલાત કરી છે તેની સાથે આવુ કોઈ બનાવ બન્યો નથી. જેને લઈ અનેક તર્ક-વિર્તક સર્જાયા છે.
આ અંગે બચાવપક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2021થી આરોપીઓની ખૂબ સ્પષ્ટ વાત રહી હતી કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. બંને આરોપી ક્યારેય કોઈને મળ્યા ન હતા, ઓળખાણ ન હતી તેમ છતાં ફરિયાદીએ ખોટા કેસમાં ફસાવી દેવા માટે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ બાબતની આરોપીઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી રજૂઆત પણ કરી હતી. પરંતુ તેમની કોઈની રજૂઆત સંભળાવામાં આવી ન હતી અને ફરિયાદીના આક્ષેપ અધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યાર બાદ મેટ્રો કોર્ટમાંથી કેસ સેન્શન કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે સાક્ષીઓને તપાસવામાં આવ્યા, ત્યાર બાદ ભોગબનનારા યુવતી જુબાની લેતા યુવતીને સમ્રગ ઘટના વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં યુવતીએ ચોકાંવનારા ખુલાસ કર્યા છે અને કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે જે ફરિયાદ આપી છે તે રાજુ ભટ્ટ કે અશોક જૈન વિરુદ્ઘની ન હતી. વડોદરાથી 16 સપ્ટેમ્બરે દિલ્હી જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર અમુક અશ્લલીલ ફોટા મોકલવામાં આવ્યા હતા અને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારે આ યુવતીએ દિલ્હીથી પરત આવ્યા બાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જોકે યુવતીએ કોર્ટ સામે દુષ્કર્મ થયાની વાત નકારી છે.
પોલીસે જે-તે સમયે દુષ્કર્મ ફરિયાદ નોંધાતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટમાં યુવતીએ આપેલી જુબાની અલગ હોવાથી યુવતીને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવી હતી. હાલ દુષ્કર્મના આરોપસર રાજુ ભટ્ટ હજુ પણ જેલમાં છે. જે દિવસે ફરિયાદી પક્ષ તરફથી જાહેરાત કરી દેવામાં આવેશે કે હવે આગળ તેઓ કોઈ કાર્યવાહી કરવા માગતા નથી, બાદમાં અંતિમ ચુકાદો આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796