સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનો લોખંડનો દરવાજો તૂટી પડતાં ત્યાં રમી રહેલા બાળક તેની નીચે આવી ગયા હતા. જેથી આર્યન સંજય સુવલિયા (ઉંમર 3 વર્ષ)નું મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકોને ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આર્યના માતા-પિતા મજૂરી કામ માટે મધ્ય પ્રદેશથી સુરત આવ્યા હતા. ગાર્ડન નજીક માતાપિતા મજૂરી કામ કરતા હતા આ દરમિયાન ગાર્ડનના ગેટ પાસે રમતા બાળકો પર લોખંડનો ગેટ તૂટી પડ્યો હતો. પરિવારે આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે.








