Wednesday, October 8, 2025
HomeGujaratSuratસુરતમાં ભેજાબાજ ઠગે બેંકનું ATM હેક કરી 21 લાખ રૂપિયા પડાવી લીધા

સુરતમાં ભેજાબાજ ઠગે બેંકનું ATM હેક કરી 21 લાખ રૂપિયા પડાવી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે અને તમામ વસ્તુઓ ઓનલાઈન બની છે. તેવી રીતે ગુનેગારો પણ ચાલાક બન્યા છે અને જુદી જુદી રીતે સાયબર ક્રાઈમ કરી રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઈમના કેસ (Cyber Crime)ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં ઓનલાઈન ફ્રોડ, છેંતરપિંડી, ઠગાઈ અને બ્લેકમેઈલિંગ સહિતના કિસ્સો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat) એક ઠગે તો બેંકની આખી સિસ્ટમ હેક (Bank system hack) કરી લીધી અને 21 લાખથી વધુ રકમની ઠગાઈ કરી છે. જે મામલે બેંકે સુરત સાયબર ક્રાઈમમાં (surat cyber crime) ફરિયાદ નોંધાતા પોલીસે ઠગની (thug) ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રિંગરોડ પર મહાવીર માર્કેટ પાસે આવેલી ધ ફાયન્સાસીયલ કો.ઓપરેટિવ બેંકના ATMમાં ભેજાબાજોએ છેડાછાડ કરી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. અલગ-અલગ સમયગાળા દરમિયાન 21 લાખ રૂપિયા સુધીની રકમ ATM માંથી ઉપડી જતાં બેંકને શંકા ગઈ હતી. જે અંગે બેંકે તપાસ કરતા તેમની સિસ્ટમ હેક થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બેંકે હેડ ઓફિસને જાણ કરી સમ્રગ મામલે સુરત સાયબર ક્રાઈમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રૂપિયા સીઝ કરી ઠગાઈ કોણે અચારી છે અને ક્યાંથી અચારી તે દિશામાં સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથધરી હતી. CCTVમાં તપાસ કરતા વારંવાર એક વ્યક્તિ ATMમાં અવર-જવર કરતો હોવાની શંકા જતા તેની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

તેની પૂછપરછ કરતા ATMમાં ચેડા કરી બેંકની સિસ્ટમ હેક કરી 21 લાખથી વધુ રકમ પડાવી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે ઠગ સામે ગુનો નોંધી આ અગાઉ કેટલી બેંકમાં આ પ્રકારે ઘટનાને અંજામ આપી ચુક્યો છે, તે દિશામાં તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિજિટલ જમાનમાં ગુનેગારો પણ સક્રિય બન્યા છે અને ક્રાઈમની અવનવી તરકીબો અપનાવી ગુનાખોરી આચરી રહ્યા છે. તેમજ સાયબર ક્રાઈમ દ્વારા અવાર-નવાર લોકોને જાગૃત કરવામાં આવે છે. કોઈ પણ અજાણી વેબસાઈટ કે પછી બેંક ઓ.ટી.પી શેર કરવું નહી તે માટે સમજણ આપવામાં આવતી હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular