Friday, September 22, 2023
HomeGeneralઉમરગામમાં લાંચિયા મામલતદારને 5 લાખની રકમ સાથે ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

ઉમરગામમાં લાંચિયા મામલતદારને 5 લાખની રકમ સાથે ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad ACB Trap : આજકાલ સરકારી કચેરીઓમાં કામ કરાવવું હોય તો લાંચ આપવી જ પડશે, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. આ જ કારણોસર ઘણા અધિકારીઓને નોકરીની સાથો-સાથ જેલમાં હવા ખાવાનો વારો આવે છે. છતાં પણ અમુક અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. તે વચ્ચે વધુ એકવાર જમીનની બાબતમાં 5 લાખ રૂપિયાની લાંચ (Bribery)સ્વીકારતા વલસાડના (Valsad) મામલતદારને (Mamlatdar) સુરત ACBની (Surat ACB Team) ટીમે છટુંક ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં ઉમરગામના (Umargam) ફરિયાદીની જમીનની વરસાઈ કરાવવા બાબતે તકરાર થઈ હતી, જેમાં લાંચિયા મામલતદારે જમીનના દાવામાં ફરિયાદીની તરફેણ કરવા માટે 7.50 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હતા. જેના પગલે તેમણે સુરત ACBનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સુરત ACBએ છટકું ગોઠવી ફરિયાદીને પૈસા ભરેલી બેગ સાથે મામલતદાર ઓફિસ મોકલ્યો હતો અને જ્યાં મામલતદાર પૈસા સ્વીકારતા સમયે ACBની ટીમ સ્થળ પર ત્રાટકી હતી અને 5 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા મામલતદાર અમિત ઝડફિયાને રંગેહાથ ઝડપી પાડ્યો છે. હાલ ACB દ્ઘારા મામલતદારની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ભ્રષ્ટ મામલતદારની અટકાયત થયા બાદ વલસાડ જિલ્લામાં અન્ય લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. મામલતદારને વધુ પૈસા કમાવવાની લાલચમાં સરકારી નોકરી ગુમાવવાની સાથે-સાથે જેલના સળિયા પાછળ જવાનો પણ વારો આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular