Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadયાસીન ભટકલના પરમાણુ હુમલામાં સુરત શહેર હતું ટાર્ગેટમાં, NIAએ કોર્ટમાં કર્યા ચોંકાવાનારા...

યાસીન ભટકલના પરમાણુ હુમલામાં સુરત શહેર હતું ટાર્ગેટમાં, NIAએ કોર્ટમાં કર્યા ચોંકાવાનારા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ : દેશી વિરોધી પ્રવૃતિઓમાં પકડાયેલા આતંકી યાસીન ભટકલ (Terrorist Yasin Bhatkal) સામે NIA (નેશનલ ઈન્વસ્ટિગેશન ટીમ) દિલ્હી કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેને લઇ ખળભળાટ મચી જવા પામ્યો છે. ચાર્જશીટના ખુલાસામાં યાસીન ભટકલે ગુજરાતના સુરતમાં (Surat) પણ બોમ્બ વિસ્ફોટ (nuclear attack) કરવાનુ ષડયંત્ર ઘડ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં પણ અનેક સ્થળો પર બોમ્બ ધડાકા (Bomb Blast) કરવાની વ્યૂહ રચના ઘડી હતી. ભટકલ લશ્કરે મુજાહિદ્દીનનો (Indian Mujahideen) સહસંસ્થાપક હતો અને તેના નજીકના યુવાનોને બ્રેઇનેવોશ કરી તેમને આંતકી પ્રવૃતિમાં જોડતો હતો.

કેવી રીતે પકડાયો હતો ભટકલ ?

21 ફેબ્રુઆરી 2013 એટલે આજથી 10 વર્ષ આગાઉ હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારમાં બે બોમ્બ બલાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બોમ્બ બલાસ્ટમાં 18 લોકોના મોત નિપજ્યા હતા અને 100 વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ વિસ્ફોટ કરવા માટે IED નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં લશ્કરે મુજાહિદ્દીનના સહસ્થાપક યાસીન ભટકલનુ નામ સામે આવ્યુ હતું. જયાં ભટકલ દેશ છોડી ભાગવાની ફિરાકમાં બિહારની બોર્ડરથી નેપાળ ભાગી રહ્યો હતો. તે દરમિયાન NIAની ટીમે દબોચી પાડ્યો હતો. ત્યારે તેની સામે ભારત વિરુદ્ઘ ષડયંત્ર રચ્યુ હોવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

જોકે યાસીન ભટકલ અને તેના સાગરિતો વચ્ચે આત્મધાતી હુમલાના આયોજન દરમિયાન પરમાણું બોમ્બ અંગે વોટ્સ અપ ચેટમાં ખુલાસો થયો છે કે તેઓના નિશાને ગુજરાતના સુરતમાં પરમાણુ બોમ્બનો આત્મધાતી હુમલો કરવાનું ષડયંત્ર ઘડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, યાસીન ભટકલ અનેક દેશ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલો હતો. IED બોમ્બ જેવી યોજનાઓ થકી દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં બોમ્બ ઘડાકાની રણનીતિ પણ ઘડી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતું કે, યાસીન ભટકલે દેશના જુદાં જુદાં ભાગોમાં યુવાનોના બ્રેઇન વોશ કરી સંગઠન બનાવાની શરૂઆત કરી હતી. જેમાં યુવાનોને બાબરી મસ્જીદ, ગુજરાત 2002 કોમી રમખાણ તેમજ મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારોને લઇ કટ્ટરપંથી માનસિક્તા તરફ જોડી ગયો હતો. મોટાપાયે લશ્કરે મુજાહિદ્દીનમાં લોકોની ભરતી કરી હતી. આ ઉપરાંત ભારતમાં કેટલાંક સ્લીપર સેલ પણ સક્રિયા બનાવ્યા હતાં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular