નવજીવન ન્યૂઝ.સુરતઃ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત સહિત ચિરિપાલ ગ્રુપ પર રાજ્યના 45 સ્થાનો પર દરોડા કરવામાં આવ્યા હતા. આઈટીની કાર્યવાહી દરમિયાન 800 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. ઉપરાંત 15 કરોડની જ્વેલરી અને 25 કરોડ રોકડ મળી આવ્યા છે. 20 બેન્કના લોકર અને ડિજિટલ ડેટા પણ મળી આવ્યા છે.
અઠવાડિયા પહેલા ઈન્કમટેક્સ દ્વારા ટેક્સટાઈલ, કેમિકલ, સોલાર, પેકેજીંગ સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રુપ પર દરોડા કરવામાં આવ્યા હતા. તપાસમાં અધિકારીઓએ રહેણાંક અને ફેક્ટરિ સહિત ઓફીસ અને કર્મચારીઓના પણ કેટલાક ઠેકાણાઓ પર તપાસ કરી હતી. અઠવાડિયા સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ચોંકાવનારી માહિતીઓ મળી આવી હતી. 800 કરોડના બેનામી વ્યવહારો તેમને મળી આવ્યા હતા. રિયલ એસ્ટેટના રોકાણો પણ બિન હિસાબી હોવાનું સામે આવ્યું હતું. હવે લોકરમાંથી બીજું શું સામે આવે છે તે જોવાનું છે.