નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ‘જો એક મિનિટ મોડા પહોંચ્યા હોત તો કિશોર ડૂબી ગયો હોત.’ આ શબ્દ છે સુરત ફાયર વિભાગના અધિકારીના જેમની ગાડી પહોંચે તે પહેલા રજા પર રહેલા ફાયર વિભાગના કર્મચારીઓએ દરિયામાં ડૂબી રહેલા કિશોરને (teenager drowning) બચાવી નવજીવન આપ્યું છે. સુરતના (Surat) ડુમસ બ્રિજ (Dumas Beach) પર મોટી સંખ્યામાં લોકો હરવા-ફરવા માટે આવતા હોય છે. જેમાં કેટલાક લોકો દરિયામાં નાહવાની ઘેલછામાં ઉંડાઈમાં ગરકાવ થઈ જતા મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતના ડુમસ બીચ પર બનતા અટકી છે. જ્યાં ઓફ ડ્યૂટી ઘરે આવેલા ફાયર જવાનની સમય સૂચકતાના કારણે એક કિશોરને નવજીવન મળ્યું છે. ફાયર વિભાગના જવાને કિશોરને હેમખેમ રીતે બહાર કાઢી સુરતની ડુમસ પોલીસને સુપરત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના ડુમસ બીચ પર રજાના દિવસે ફરવા આવેલા બે કિશોર મિત્રો ડુમસ બીચ પર દરિયામાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન નાહતા-નાહતા તેઓ દરિયાના પાણીના ધસમસતા પ્રવાહમાં 100 ફૂટ જેટલા આગળ પહોંચી ગયા હતા. જેના પગલે તેઓ દ્વારા બુમાબૂમ કરતા ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે માર્શલ પીન્ટુ ખલાસી જે ડુમસ વિસ્તારમાં રહે છે. તેમને જાણકારી આપવામાં આવતા તેઓ તાત્કાલિક ડુમસ બીચ પાસે આવેલા ગણેશ મંદિર આગળ પહોંચ્યા હતા. જ્યાં એક કિશોર ડૂબતો નજરે પડી ગયા. જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા માર્શલ પિન્ટુ ખલાસી રજા પર હતા તેમ છતાં તાત્કાલિક દરિયામાં કિશોરનું રેસ્કયૂ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે હેમખેમ રીતે કિશોરને મોતના મુખમાંથી પાછા લાવી નવી જિંદગી આપી હતી.
ઘટનાને પગલે ફાયર વિભાગના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, બે કિશોર મિત્રો નાહવા પડ્યા હતા. જેમાં એક કિશોર આપમેળે બહાર નીકળી ગયો હતો, જ્યારે એક કિશોરને તરતા ન આવડતા દરિયાની ઉંડાઈમાં ગરકાવ થયો હતો. જેને બચાવી લેવાયો છે. જેમાં અલોક રામકુમાર વર્મા ઉંમર વર્ષ 17, સુમિત રાજુભાઈ બધાને ઉંમર વર્ષ 13 જે બંને પંચશીલ નગર 2 કટોદરા રહેવાસી છે. ફાયર વિભાગે બંને બાળકોને ડુમસ પોલીસને સોંપ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796