નવજીવન ન્યૂઝ. સુરત: Surat News Today: બાળકોની જાળવણી કરવીએ માતા-પિતાની પ્રાથમિક ફરજ છે. પરંતુ કેટલીક વખત માતા-પિતાની બેદરકારીના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઈ તેવી સ્થિતી પેદા થતી હોય છે. આવી જ ઘટના સુરતના (Surat) ડિંડોલીમાંથી સામે આવી છે. જેમાં શ્રમિક પરિવારનું 4 વર્ષનું બાળક ઘરમાં નટ બોલ્ટથી રમતાં રમતાં નટ (Metal Nut) ગળી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલીના ભેસ્તાન વિસ્તારમાં રહેતા નાઝીર ઈમરાન શેખના ઘરે પ્રસંગ હોવાથી પરિવાર તેમાં વ્યસ્ત હતો. દરમિયાન નાઝીર શેખનો 4 વર્ષ પુત્ર લોખંડના નટ-બોલ્ટથી રમી રહ્યો હતો. જે નટ-બોલ્ટ બાળકે મોંમાં મુકી રમત રમવાનું શરૂ કરતા નટ બાળક ગળી ગયું હતું. બાળકના ગળામાં નટ અટવાઇ જતા અચાક તેનો શ્વાસ રુંધાવા લાગતા તે મોટેથી રડવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા બાળકને તાત્કાલીક પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે બાળકનો એક્સ-રે રિપોર્ટ કરતા ખ્યાલ આવ્યો હતો કે, બાળકની અન્નનળીમાં ધાતુનો નટ ફસાયો છે. બાળકની સારવાર કરી રહેલા તબીબોએ સૌ પ્રથમ તો બાળકને કેળા અને પાણી પીવડાવી મળ વાટે નટ નિકળે તે પ્રક્રિયા કરી હતી. પરંતુ તેમાં સફળતા નહીં મળતા તબીબે સર્જરી માટે તૈયારી શરૂ કરી દીધી છે. હાલ બાળક તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે પરંતુ જો જરૂર પડશે તો સર્જરી પણ કરવામાં આવી શકે છે.
મહત્વની વાત છે કે માતા-પિતાની બેદરકારી કે ભૂલના કારણે બાળક પરેશાનીમાં મુકાઈ તેવી સુરતમાં આ ત્રીજી ઘટના છે. જેમાં લિંબાયતની ઘટનામાં પિતાએ બાળકીને ઉછાળી રમાડતા બાળકીનું માથું પંખા સાથે અથડાયું હતું. જેના કારણે બાળકીને હેમરેજ થતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








