Saturday, November 1, 2025
HomeGujaratમંત્રીને ઓવર ટેક કરવાના ચક્કરમાં સમર્થક ગુલાંટ ખાઈ ગયો, મંત્રીએ પાછળ વળીને...

મંત્રીને ઓવર ટેક કરવાના ચક્કરમાં સમર્થક ગુલાંટ ખાઈ ગયો, મંત્રીએ પાછળ વળીને જોયું પણ નહીં- Video

- Advertisement -

નવજીવન ગ્વાલિયર: ગ્વાલિયરમાં નવા બની રહેલા ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય મંત્રી સિંધિયા મેદાનમાં પહોંચ્યા હતા. તે દરમિયાન સિંધિયાએ મેદાનમાં દોડ લગાવી હતી. મંત્રીને દોડતા જોઈને સમર્થકોમાં જોષ આવી ગયો હતો અને તેમની સાથે દોડમાં જોડાયા હતા. જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જો કે એક સમર્થકને મંત્રીને ઓવર ટેક કરવાના ચક્કરમાં ગુલાંટ મારી ગયા હતા. જો કે સિંધિયાએ સમર્થકને ઉભા કરવા પણ ઉભા રહ્યા ન હતા તેવું વીડિયોમાં દેખાય છે.

શંકરપુરમાં બની રહેલા નવા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિરીક્ષણ કરવા ગુરૂવારે કેન્દ્રીય મંત્રી સિંધિયા આવી પહોંચ્યા હતા. સાથે સિંધિયાએ મેદાનની પીચ પર બેટીંગ કરતા પણ નજરે પડ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમ ઈન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ સ્ટેડિયમ બને એ મારા પિતાનું એક સપનું હતું. તે ઘણા લાંબા સમયથી આ સપનાને સાકાર કરવા પ્રયાર કરી રહ્યા હતા. હવે તે સપનું પુરૂ થતું હોય એમ લાગી રહ્યું છે. 30 હજાર દર્શકોની ક્ષમતા વાળા સ્ટેડિયમનું આવનાર વર્ષેમાં ડિસેમ્બર સુધી નિર્માણકાર્ય થઈ જશે. અનુમાન છે કે 2023 જાન્યુઆરી સુધી આ સ્ટેડિયમ ઈન્ટરનેશનલ મેચ રમવા માટે તૈયાર થઈ જશે.

- Advertisement -




વધુમાં જણાવ્યા કહ્યું કે, આ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં દર્શકોની સાથે એક કોર્પોરેટ બોક્સ અને મીડિયા બોક્સ પણ બનાવવામાં આવશે.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular