નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. વેપારીને હનીટ્રેપમાં ફસાવીને 5 લાખની માગણી કરવામાં આવી હતી. સમગ્ર બાબતે પોલીસે સસ્પેન્ડ પોલીસ કર્મી સહિત અન્ય 7 સામે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી એક આરોપી ઝડપાઈ ગયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુએક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના એક વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોનમાં એક યુવતીએ સાડીનો ધંધો કરવાનો કહીને વેપારી પાસેથી સાડી ખરીદવા કહ્યું હતું. સાડી ખરીદીવા માટે યુવતીએ ઘોડદોડ રોડ સ્થિત આવેલા પુજા એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો હતો. વેપારી ફ્લેટ પર ગયો ત્યારે મહિલા એકલી હતી અને તે વેપારીના બાજુમાં આવીને બેસી ગઈ. તે દરમિયાન ખાખી વર્દીમાં જયેશ અને અન્ય લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા સાથે શું કરી રહ્યો છે કહીને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ વેપારી પાસેથી પાંચ લાખની માગણી કરી હતી.
વેપારી જોડે પૈસા ન હોવાના કારણે તે આજીજી કરવા લાગ્યો હતો. અંતે 10 હજાર આપીને ત્યાંથી નીકળ્યો હતો. વેપારીએ આબરૂ જવાની બીકથી આ અંગે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ સુરત પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવા લોકોનો અભિપ્રાય જાણવા માટે મૂકવામાં આવેલા સજેશન બોક્સમાં વેપારીએ બનાવ અંગે ચિઠ્ઠી લખીને મૂકી હતી. જેમાં તેને સમગ્ર બનાવ અને પોતાનો મોબાઈલ નંબર લખેલો હતો. પોલીસે આ ચિઠ્ઠીના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર બાબતે પોલીસે સસ્પેન્ડ પોલીસ કર્મી સહિત અન્ય 7 સામે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી એક આરોપી ઝડપાઈ ગયો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.