Tuesday, May 26, 2026
HomeNationalપેનિટ્રેટીવ સેક્સ્યુઅલ એસોલ્ટના ગુના માટે સામાન્ય સ્પર્શને છેડતી તરીકે ગણી શકાય નહીં,...

પેનિટ્રેટીવ સેક્સ્યુઅલ એસોલ્ટના ગુના માટે સામાન્ય સ્પર્શને છેડતી તરીકે ગણી શકાય નહીં, દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય ફોજદારી અધિનિયમ જેને સામાન્ય રીતે આઈ.પી.સી(IPC) તરીકે તરીકે ઓળખવામાં આવે છે. આઈ.પી.સી(IPC)માં જે પ્રકારે ગુનાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે તથા ગુનાની જે વ્યાખ્યાઓ કરવામાં આવી છે તેને દરેક વ્યક્તિ પોતાની રીતે જુએ છે. કોઈ કેસને ફલિત કરવામાં આ બાબત ખૂબ જ મહત્વની બને છે કે, આઈ.પી.સી(IPC) માં કરવામાં આવેલી વ્યાખ્યામાં આ કેસની વિગતો બંધ બેસે છે કે નહીં. ત્યારે દિલ્હી હાઈકોર્ટે પોક્સોને લગતા કેસોને લઈ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી હાઈકોર્ટ દ્વારા 6 વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર મામલે સુનાવણી કરવામાં આવી હતી. કેસની વિગત એવી છે કે, 2020માં 6 વર્ષની એક બાળકી પર આરોપીએ બળાત્કાર કરવાની ઘટના સામે આવી હતી. આરોપી સામે બળાત્કાર સિવાય પોક્સો એક્ટની કલમ પ્રમાણે પણ ફરિયાદ નોંધાઈ હતી. 2020માં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને બળાત્કાર અને પોક્સો એક્ટની જોગવાઈ મુજબ દોષિત ઠેરવતા 10 વર્ષની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એવું અવલિકાન કર્યું કે, POCSO એક્ટની કલમ 3 (C) હેઠળ પેનિટ્રેટીવ સેક્સ્યુઅલ એસોલ્ટના ગુના માટે સામાન્ય સ્પર્શને છેડતી તરીકે ગણી શકાય નહીં. POCSO એક્ટની કલમ 3 (C) જણાવે છે કે જો કોઈ વ્યક્તિ બાળકના શરીરના કોઈપણ ભાગ સાથે ચેડા કરે છે જેથી કરીને યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, ગુદા અથવા શરીરના અન્ય કોઈપણ ભાગમાં પ્રવેશ થાય, બાળકથી પોતાની સાથે કે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરે તો તે તેને “પેનિટ્રેટીવ જાતીય હુમલો” કહેવામાં આવે છે.

- Advertisement -

જસ્ટિસ બંસલે ચુકાદો આપ્યો હતો કે, POCSO એક્ટની કલમ 6 હેઠળનો ગુનો વાજબી શંકાની બહાર સાબિત થયો નથી, પરંતુ કલમ 10 હેઠળ ઉગ્ર જાતીય હુમલાનો ગુનો વાજબી શંકાની બહાર સાબિત થયો છે. કોર્ટે આરોપીને 6 વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવા બદલ ઉત્તેજિત પેનિટ્રેટિવ જાતીય અપરાધ માટે દોષિત ઠેરવવાના નિર્ણયને ફગાવી દીધો હતો. જો કે, હાઈકોટે કાયદા હેઠળ ઉગ્ર જાતીય અપરાધ માટે પુરુષને દોષિત ઠેરવવાના અને તેને 5 વર્ષની જેલની સજા કરવાના નિર્ણયમાં દખલ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular