Wednesday, December 17, 2025
HomeGujaratRajkotરાજકોટમાં ચોકલેટની લાલચ આપીને નરાધમે 5 વર્ષની માસૂમને પીંખી નાંખી

રાજકોટમાં ચોકલેટની લાલચ આપીને નરાધમે 5 વર્ષની માસૂમને પીંખી નાંખી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 2 દિવસમાં 2 જૂદી જૂદી જગ્યાએ દુષ્કર્મની (Rape) ઘટના બની હતી. જેમાં એકે નિર્વસ્ત્ર ફોટા અને રેકોર્ડિંગ વાઈરલ કરવાની ઘમકી આપી હતી, તો બીજા એક કેસમાં પિતાના મિત્રએ મોબાઈલ અને એક્ટિવાની લાલચ આપી હતી. ત્યારે રાજકોટમાંથી (Rajkot) સતત ત્રીજા દિવસે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ઉત્તર પ્રદેશના શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક 5 વર્ષની બાળકી એ-ડિવિઝન પોલીસ વિસ્તારની હદમા આવેલા તેના ઘરના ફળિયામાં રમી રહી હતી. ત્યારે ગોડાઉન રોડ પર રહેતો એક ઉત્તરપ્રદેશનો શખ્સ એકાએક ત્યાં આવી પહોંચ્યો હતો. બાળકીને એકલી ભાળીને તેની દાનત બગડી હતી. એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકીને ચોકલેટની લાલચ આપી, ભોળવી ફોંસલાવી તે બાળકીને કારખાનામાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને નિર્વસ્ત્ર કરી પોતાની હવસનો શિકાર બનાવીને છોડી મૂકી હતી.

- Advertisement -

બાળકીએ ઘરે આવીને માતા-પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતા-પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ઘરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં દુષ્કર્મની આ સતત ત્રીજી ઘટના બની છે. લોકોએ આરોપી પર ફિટકાર વરસાવી હતી અને વહેલી તકે તેને ઝડપીને કડક સજાની માગ કરી હતી. તો આ સાથે જ પોલીસ સ્ટેશનની હદમા જ આવી દુષ્કર્મની ઘટના બનતા પોલીસની (Rajkot Police)કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular