Saturday, November 1, 2025
HomeGeneralરાજકોટ દારૂકાંડમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓના જામીન મંજૂર

રાજકોટ દારૂકાંડમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓના જામીન મંજૂર

- Advertisement -




નવજીવન ન્યૂઝ. રાજકોટ: દારુકાંડમાં સપડાયેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ચારે પોલીસ કર્મીઓએ સાયલાથી દારૂ ભરેલા ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરીને રાજકોટ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટેટ મોરનિટરિંગ સેલની ટિમના હાથે ઝડપાઇ ગયા હતા. સમગ્ર બાબતે સાયલા પોલીસ કર્મીએ અપહરણ સહિતના ગુનો દાખલ કર્યો હતો.

સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત તેમની ટીમના ચાર પોલીસકર્મીએ દારૂભરેલી ટ્રક અને તેના ડ્રાઈવરનું અપહરણ કરીને રાજકોટ લઈ જઈ રહ્યા તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પોલીસ કર્મીઓ સહિત દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. દારૂકાંડ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓએ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે તમામની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે 25 હજારના જામીન પર પર પોલીસકર્મીઓને છોડ્યા હતા. સાથે જ તમામના પાસપોર્ટ જમા કરાવવા કોર્ટે આદેશ આપ્યો છે અને કોર્ટેની મંજૂરી વગર ગુજરાત ન છોડવા આદેશ આપ્યો છે. ઉપરાંત જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસકર્મીઓને દર મહિનાની પહલી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા જવું પડશે.

- Advertisement -






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular