Thursday, October 2, 2025
HomeGeneralદાહોદમાં રાહુલ ગાંધીએ કહ્યુંઃ આદિવાસી જે ઈચ્છે એ ગુજરાત સરકાર કરશે, કોંગ્રેસની...

દાહોદમાં રાહુલ ગાંધીએ કહ્યુંઃ આદિવાસી જે ઈચ્છે એ ગુજરાત સરકાર કરશે, કોંગ્રેસની સરકાર બનશે

- Advertisement -




નવજીવન ન્યૂઝ.દાહોદઃ કેન્દ્રીય નેતાગીરી ધીમેધીમે ગુજરાતના આંટાફેરા વધારવામાં લાગી ગઈ છે ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે અહીં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં હાજરી આપી હતી. સભામાં જય જોહર, લડેંગે-જીતેંગે જેવા નારાઓ લાગ્યા હતા. અહીં રાહુલ સાથે સ્ટેજ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગ્દીશ ઠાકોર, સુખરામ રાઠવા, રઘુ શર્મા, હર્ષદ નિનામા સહિત ભાજપમાં જવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા સત્યાગ્રહની વેબસાઈટ www.adiwasisatyagrah.in નો પણ આરંભ કરાયો હતો. તેમણે આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલનો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ પબ્લિક મિટિંગ નથી, સત્યાગ્રહની શરૂઆત છે. આજે બે ભારત બની રહ્યા છે જેમાં એક અમીરોનું અને તેમાં અમુક મોટા અમીર લોકો જ છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત સામાન્ય જનતાનું છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરાયું અને પછી ભારતમાં લાગુ કરવામાં આવ્યું. કોંગ્રેસને આવા બે ભારત નથી જોઈતા. અમને એવું ભારત મંજુર છે કે જેમાં બધાને સરખો હક્ક મળે અને સુવિધા મળે.


- Advertisement -


તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ લોકસભામાં મનરેગાની મજાક ઉડાવી છે. હું મનરેગા રદ્દ નહીં કરું. નોટબંધી કરી જનતાને પણ લાઈનમાં ઉભી કરી દીધી, અમિરોને ફાયદો થયો. જીએસટી એવો બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય અને ધનીકોને ફાયદો થાય. કોંગ્રેસની સરકાર બનશે. આદિવાસીની ઈચ્છા પ્રમાણે ગુજરાતની સરકાર કરશે આ પબ્લીક મીટિંગ નથી પણ સત્યાગ્રહ છે. માત્ર બે ત્રણ લોકો જ નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે.





તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા, આદિવાસીઓને રોજગાર, આરોગ્ય, શિક્ષણ કશું જ મળ્યું નહીં. આંદોલનના માધ્યમથી તમારો અવાજ બહાર કાઢવા માગીએ છીએ, કોંગ્રેસના આ અવાજને એટલો બુલંદ કરો કે વડાપ્રધાનને સંભળાય, આખા વિશ્વામાં ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આંદોલન કરવાની પરવાનગીની જરૂર છે. હું જીગ્નેશ મેવાણીને જાણું છું. તેને તમે દસ વર્ષની પણ સજા કરો તો પણ ફરક નહીં પડે. ગુજરાતમાં જનતા મોડલ લાવવા માગીએ છીએ અમે. આવનારા સમયમાં ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને ત્યાં આદિવાસીઓનો અવાજ ચાલશે. આદિવાસી ધારાસભ્ય હશે અને આદિવાસી જે ઈચ્છશે એ સરકાર કરશે. કોંગ્રેસ 125 વિધાનસભા બેઠક જીતશે.


રાહુલ ગાંધીએ કહ્યું, 3 લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે એ પણ નરેન્દ્ર મોદીનો. પીએમ કહે કે થાળી વગાડો… સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યું. જગ્દીશ ઠાકોરે રાહુલ ગાંધીને સંબોધતા કહ્યું કે આ સમાજ તમને વચન આપે છે કે 27 ટ્રાયબલ સીટ તો અમે આપીશું જ પણ તે સાથે 13 આદિવાસી વિધાનસભા બેઠક એમ 40ની 40 બેઠક કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર રચીશું.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular