નવજીવન ન્યૂઝ.અમદાવાદ: રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી PMO અધિકારી ઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના અધારે ધરપકડ કરી આજે સવારે અમદાવાદ લવાયો હતો. જેમાં ઠગ કિરણ પટેલ સામે રાજ્યના પૂર્વ મંત્રીના ભાઇ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ થઇ હતી. જે અધારે ક્રાઈમ બ્રાન્ચે પહેલા ઠગની પત્ની માલિની પટેલની ભરૂચના જબંસુર ખાતેથી ધરપકડ કરી હતી, ત્યારબાદ આજે કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. જે અત્યાર સુધી જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ડીમાં હતો.
જેમ દિવસનો સૂર્ય ઉગે છે તેમ કિરણ પટેલના પણ નવા-નવા કારસ્તાન ઉજાગર થઈ રહ્યાં છે. જેણે કેટલાક રાજ્કીય નેતાઓ, IAS ,IPS અધિકારીઓની સાથે સાથ તેણે દેશની સૌથી સુરક્ષિત મનાતી એવી સુરક્ષા એજન્સીઓને પણ છેતરી હતી. PMO એડિશનલ ડિરેક્ટર તરીકેની ઓળખ આપી કાશ્મીરથી લઈ ગુજરાત સુધી ઠગાઈનું સમ્રાજય ઉભો કર્યો હતો. કાશ્મીરમાં Z પ્લસ સિક્યોરીટી સાથે VVIP સુવિધા ભોગવનારા કિરણ પટેલ કાશ્મીર બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન બન્યો છે. ક્રાઈમબ્રાન્ચ મેટ્રો કોર્ટમાં કિરણ પટેલને રજૂ કરશે અને 14 દિવસના રીમાન્ડ માગશે.
આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે પત્રકાર પરિષદ કરતા જણાવ્યુ કે કિરણ જગદીશભાઈ પટેલ અને તેમની પત્ની માલિની કિરણ પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં છેંતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જયાં માલિની પટેલની થોડાક દિવસ અગાઉ ધરપકડ કરાઈ હતી અને કિરણ પટેલે જે જમ્મુ –કાશ્મીર જેલમાં હતા, તેની કોર્ટના હુકમ બાદ ટ્રાન્ફર વોરંટના આધારે ધરપકડ કરાઈ છે. આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરી 14 દિવસ રિમાન્ડની માગણી કરાશે. અત્યાર સુધી પાંચ જેટલા ગુનાઓ તેની સામે નોંધાયા છે. જેમાં બાયડ, નરોડા, જમ્મુકાશ્મીર,અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ ગુનાઓ નોંધયેલા છે. પોતે PMO અધિકારી તરીકેને ઓળખ આપી રાજ્કીય વગ ધરાવી રૌફ જમાવતો હતો, અને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતો હતો. હાલ 360 ડિગ્રી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. રિમાન્ડ બાદ ઈન્ટરોગ્રેશન કરવાનું છે.
તેના સોશિયલ મિડિયા એકાઉન્ટથી લઈ, ડિગ્રી સંપતિઓ અંગે ઝીણવટભરી તપાસ કરવાના છે. જેમાં તેઓ કોમ્યુટર એન્જિનિયર તરીકે હોવાનું જણાવેલું છે અને વિદેશમાં પણ નોકરી કરી ચૂક્યો છે. બંગલો પચાવી પાડવા મામલે કેવી રીતે ક્યાંથી પૈસા લાવ્યો હતો અને ક્યાં તેનો ઉપયોગ કર્યો છે તે તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. ખોટી ઓળખાણમાં કયા કયા આધાર પુરાવા આપ્યા છે તેની પણ તપાસ ચાલી રહી છે.
મહત્વનુ છે કે કિરણ પટેલના રિમાન્ડ બાદ હજુ અનેક ખુલાસો થઇ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જે માટે કોર્ટે 14 દિવસના રિમાન્ડ માગશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








