નવજીવન ન્યૂઝ.પાટણ: Patan News : કોઈના ઘરેથી કે હોટેલમાંથી દારૂ પકડાવો કોઈ નવી વાત નથી. ગાંધીના ગુજરાતમાં સૌથી વધુ વેચાતું કોઈ પીણું હોય તો કદાચ તે દારૂ જ હોઈ શકે. દરરોજ ગુજરાતમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાવાની વાતો સામે આવે છે. પણ જ્યારે શિક્ષણ સંકુલમાંથી દારૂની (Liquor) બોટલો મળી આવે ત્યારે વહીવટી તંત્ર સવાલોના કઠેરામાં નજરે પડે છે. આવી જ એક ઘટના પાટણમાં (Patan) આવેલી HNGU યુનિવર્સિટીમાં સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આજ રોજ ગાંધી જયંતિના દિવસે પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન યુનિવર્સિટીના સંકુલમાથી દારૂની બોટલો મળી આવી હતી.યુનિવર્સિટી સંકુલમાથી દારૂની બોટલો સાથે પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ પણ મળી આવ્યા હતા. શિક્ષણના ધામમાં જ ગાંધી જયંતીના દિવસે દારૂની બોટલો મળી આવતાં NSUI દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી.
ઘટના બાબતે પાટણ જીલ્લાના NSUI ના પ્રમુખ દાદુસિંહ સોલંકીએ કહ્યું કે, હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં સપડાયેલી રહી છે. ત્યારે આજે NSUI દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા યુનિવર્સિટીની કેન્ટીન પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. સાથે જ પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા. વિધાની આ નગરીમાં દારૂ આવે છે ક્યાથી? આ સાથે જ NSUI ના પ્રમુખ દાદુસિંહ સોલંકીએ જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








