નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે. રાજ્યના કોઈપણ જિલ્લામાં દારૂનો વેપાર કરવો તે સ્થાનિક પોલીસની મીલીભગત વગર શક્ય હોતું નથી. ત્યારે પોલીસ સાથે મીલીભગત કરી દારૂને ઘુસાડી કે વેપાર કરતાં બુટલેગર્સ સામે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC Raid) લાલ આંખ કરીને દરોડા પાડી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના રખિયાલ પોલીસ (Ahmedabad Police) સ્ટેશનમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ બાદ સ્થાનિક પોલીસની મીલીભગત સામે આવતા 9 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અર્બનનગરમાં 22 માર્ચની રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા નજીર હુસેનના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઘરમાં અલગ-અલગ જગ્યાએ ભુગર્ભમાં ચોર ખાના બનાવીને સંતાડી રાખેલો રૂપિયા 27.73 લાખના દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે પકડી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કુલ 4 આરોપીની ધરપકડ કરીને 7 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ બુટલેગર સાથે રખિયાલ પોલીસ સ્ટેશનની મીલીભગત સામે આવતા સૌ પ્રથમ રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.પી. સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ડી સ્ટાફના પોલીસ સબ ઈન્સપેક્ટર સહિત નવ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રખિયાલ પોલીસ સ્ટેશનના 9 પોલીસકર્મીઓનો સસ્પેન્ડ ઓર્ડર કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








