Friday, June 26, 2026
HomeGeneralમહોમ્મદ જુબૈરના કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ

મહોમ્મદ જુબૈરના કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ મહોમ્મદ જુબૈરને ટ્વીટર પર વર્ષ 2018માં કરાયેલા ટ્વીટ મામલે ધરપકડ બાદ દિલ્હી પોલીસે કોર્ટ પાસે રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે આ મામલામાં દિલ્હી પોલીસને જુબૈરના ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે. આપને જણાવી દઈએ કે જુબૈર ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક છે. જેમને ગત રોજ ધાર્મિક ભાવના ભડકાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.



તેમને મંગળવારે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને લાંબી ચર્ચા બાદ તેમને ચાર દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે સોમવારે તેમને અન્ય કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા અને બાદમાં નવા કેસમાં તેની ધરપકડ કરી હતી. પોલીસ વતી કોર્ટમાં કહેવામાં આવ્યું કે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. માનવામાં આવે છે કે દિલ્હી પોલીસ મોહમ્મદ ઝુબેરને તેના બેંગલુરુ સ્થિત ઘરે લઈ જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ તેમના લેપટોપને એક્સેસ કરવા માંગે છે.

ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સોમવારે ધરપકડ બાદ દિલ્હી પોલીસે પટિયાલા કોર્ટમાં રજૂ કર્યા હતા. દિલ્હી પોલીસે ઝુબેરના રિમાન્ડની માંગણી કરી, જેના પર લાંબી ચર્ચા ચાલી. કોર્ટમાં બચાવ પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે, જે મોહમ્મદ ઝુબેરનું ટ્વીટ છે, તેમાં એક ફિલ્મના સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે, તો પછી ધરપકડ કેમ કરી. આ અંગે ફરિયાદી પક્ષ વતી તેમણે કહ્યું કે, તમે ટ્વિટર પર જે પણ શેર કરો છો, તમે તમારો મત જાહેર કર્યા વિના કોઈ બીજાનો મત શેર કરો છો, આ અંગે ઘણા કોર્ટના આદેશો છે, આજે હું તમને જણાવીશ. જૂની ટ્વીટને રીટ્વીટ કરવાથી તેને ફરીથી આગળ વધારી શકાય છે.



સવાલ એ છે કે એવા પણ આરોપો છે કે એક જૂના કેસમાં મોહમ્મદ ઝુબેરને બોલાવવામાં આવ્યા હતા અને નોટિસ આપ્યા વિના જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આના આધારે જ નોટિસ આપવામાં આવી હતી. દિલ્હી પોલીસ વતી કહેવામાં આવ્યું હતું કે ઝુબૈરે વાંધાજનક ટિપ્પણી કરી હતી. દિલ્હી પોલીસે ટ્વિટની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ધરપકડ કરી છે. ઝુબેર તરફથી હાજર રહેલા એડવોકેટ વૃંદા ગ્રોવરે કહ્યું કે, ઝુબેર ફેક્ટ ચેકર છે. સોશિયલ મીડિયા પર જૂઠાણાનો પર્દાફાશ કરે છે. એટલા માટે ઘણા લોકો તેને નાપસંદ કરે છે. બેંગ્લોરમાં રહે છે. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. અન્ય કોઈ કેસ માટે નોટિસ આપવામાં આવી હતી અને અન્ય કેસમાં ધરપકડ થઈ હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular