Sunday, October 26, 2025
HomeGeneral"નવો માફિયા વિરોધી યુગ", નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસને ફરી શરમમાં મૂકી

“નવો માફિયા વિરોધી યુગ”, નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસને ફરી શરમમાં મૂકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના બીજા દિવસે પણ નવજોત સિંહ સિદ્ધુ પોતાની જ પાર્ટી પાસેથી રાજ્યમાં સત્તા છીનવી લેનાર આમ આદમી પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે. બુધવારે મુખ્યમંત્રી પદ માટે શપથ લેનારા પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માનને એક ટ્વિટમાં અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે, “પંજાબમાં નવા માફિયા વિરોધી યુગની શરૂઆત થઈ છે.”

સિદ્ધુએ ટ્વીટ કર્યું હતું કે, “સૌથી ખુશ માણસ તે છે જેની પાસેથી કોઈ અપેક્ષા રાખતું નથી. ભગવંત માનએ પંજાબમાં આશાના પહાડ સાથે એક નવા માફિયા વિરોધી યુગની શરૂઆત કરી છે. આશા રાખું છું કે તેઓ આ પ્રમાણે જીવશે, પંજાબને પ્રજાતરફી નીતિઓ સાથે પુનરુત્થાનના માર્ગે પાછું લાવશે. તેમના માટે શુભકામનાઓ.”

- Advertisement -



સિદ્ધુએ ગયા વર્ષે પંજાબ કોંગ્રેસમાં લાંબી લડાઇ લડી હતી. પહેલા કેપ્ટન અમરિંદર સામે અને પછી મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સામે. માનવામાં આવી રહ્યું છે કે તેમની આ લડાઈ અને જૂથબંધીના કારણે પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -

સિદ્ધુએ સૌ પ્રથમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથે સામ-સામે અથડામણ કરી હતી, જેમાં તેમના પર ડ્રગ માફિયાઓને બચાવવાનો અને બલિદાન કેસના આરોપી રાજકીય હરીફોને નરમ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા કોંગ્રેસે કેપ્ટનને કોઇ પણ ઔપચારિકતા વગર જ ટોચના પદ પરથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ બાદ ખુદ મુખ્યમંત્રી પદના દાવેદાર રહેલા સિદ્ધુએ ચન્નીના નેતૃત્વવાળી પોતાની પાર્ટીની સરકાર પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું. આનાથી પંજાબમાં કોંગ્રેસ વિરુદ્ધ હવા પેદા થઈ. આ પહેલા પણ પંજાબમાં આપની જીત પર સિદ્ધુએ કહ્યું હતું કે, રાજ્યની જનતાએ યોગ્ય અને ઉત્તમ નિર્ણય લીધો છે.



- Advertisement -





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular