નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એકવાર ઇતિહાસ રચ્યો હતો કારણ કે તેમણે ડાયમંડ લીગ મીટના લૌઝાન સ્ટેજ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. સાથે તે 7 અને 8 સપ્ટેમ્બરે જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પણ પહોંચી ગયા છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય છે, સાથે જ બુડાપેસ્ટ, હંગેરીમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે.
નીરજ ચોપરાએ ટાઇટલ જીતવાના પ્રથમ પ્રયાસમાં 89.08m રિપીટ 89.08m બરછી ફેંકી હતી. આ તેમની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે. ઈજાના કારણે તે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા. હરિયાણાના પાણીપતના રહેવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. નીરજ ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. જણાવી દઈએ કે નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સનો ભાગ બની શક્યા નથી.








