નવજીવન ન્યૂઝ. નર્મદાઃ નર્મદા જિલ્લામાં રેંજ ફોરેસ્ટ ઓફીસર એ.સી.બીના સકંજામાં આવી ગયો છે. કોન્ટ્રાક્ટરે સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી માટેની અરજી કરતા અરજીને ઉપલી કચેરી ખાતે મોકલવા માટે લાંચની માગણી કરી હતી. ઉપરાંત ACBથી બચવા માટે લાકડાનો છુટક ધંધો કરતા ખાનગી વ્યક્તિને લાંચની રકમ લેવા માટે મોકલ્યો હતો.
માહિતી અનુસાર, ફરીયાદી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરે છે. તેઓએ નાયબ વનસંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા, જી-નર્મદા ખાતે અરજી કરી હતી. આ અરજીને લગતા સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, રેંજ ફોરેસ્ટ ઓફીસર (આર.એફ.ઓ.) વર્ગ-૩એ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી અરજી ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ રૂ।.૧૫,૦૦૦/- લેખે બે અભિપ્રાયના રૂ।.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન પરેશ પટેલે ફરિયાદીને લાંચની રકમ નિશાર રસુલ મેર, લાકડાનો છૂટક ધંધો કરતા (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવ્યું હતું. ખાનગી વ્યક્તિએ ફરિયાદી પાસેથી પંચની હાજરીમાં લાંચના નાણા સ્વીકારી અને પરેશ પટેલને નાણા સ્વીકાર્યા અંગેની જાણ કરતા બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારતા પકડાઈ ગયા હતા. બંને આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |