નવજીવન ન્યૂઝ. હળવદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અખાદ્ય પદાર્થો પકડાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ અખાદ્ય પદાર્થો નાની માત્રમાં નહીં પરંતુ અખાદ્ય પદાર્થોની ફેક્ટરીઓ પકડવામાં આવી રહી છે. તાજેતરમાં નડિયાદમાં (Nadiad) નકલી હળદર બનાવતી ફેક્ટરી(Fake Turmeric Factory) પકડવામાં આવી હતી, ત્યાર બાદ નકલી ભેળસેળ યુક્ત મરચું વેચાતી એક ફેક્ટરી (Fake Red Chilli Factory) પકડવામાં આવી અને હવે મોરબી(Morbi) જિલ્લાના હળવદમાં (Halvad) નકલી વરિયાળીની એક ફેક્ટરી (fake fennel Factory)પકડવામાં આવી છે. જેમાં જેટલી રકમની ભેળસેળ યુક્ત વરિયાળી પકડવામાં આવી છે, તે જાણીને તમે ચોંકી જશો. આ રકમ 1 કરોડ કરતાં પણ વધારે છે.
મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે મોરબી પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન મોરબી LCBના PI ડી. એમ. ઢોલને બાતમી મળી હતી કે, હળવદમાં અવધ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી વંદન એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભેળસેળ વળી વરિયાળીનો વેપાર થાય છે. આ બાતમીના આધારે મોરબી LCBએ વંદન એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસને 1 કરોડ અને 12 લાખ રૂપિયાની વરિયાળી જે માનવ શરીર માટે નુકશાનકારક છે તે મળી આવી હતી.
મોરબી lCBને રેડ દરમિયાન ફેક્ટરીમાંથી કૂલ 49,130 કિલો ગ્રામ એવી વરિયાળી મળી હતી જેમાં કેમિકલ યુક્ત પાઉડર ભેળવવામાં આવ્યો હતો. આ કેમિકલ યુક્ત પાઉડર મનુષ્યો મને હાનિકારક છે. આ કેમિકલ યુક્ત પાઉડરવાળી વરિયાળીની કિંમત 1,00,71,650 રૂપિયા થાય છે. આ ઉપરાંત 6400 કિલો સદી વરિયાળી અને અલગ અલગ કલરનો કેમિકલ યુક્ત પાઉડર 3025 કિલો પણ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે કૂલ 1 કરોડ અને 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
TAG: Fake Fennel Factory Busts in Halvad, Morbi News today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








