Thursday, March 26, 2026
HomeGeneralમોડાસા : ખાખીને તસ્કરોની ચેલેન્જ રોક શકો તો રોક લો, ચડ્ડી બનિયાનધારી...

મોડાસા : ખાખીને તસ્કરોની ચેલેન્જ રોક શકો તો રોક લો, ચડ્ડી બનિયાનધારી ગેંગથી લોકો ભયમાં

- Advertisement -

માણેકબા સોસાયટીના રહીશો રાત્રી ઉજાગરા કરવા મજબૂર બન્યા

જય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) : મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ પડાવ નાખ્યો હોય તેમ ઘરફોડ ચોરીની ઘટનાઓ ધીરે ધીરે વધી રહી છે. મોડાસા શહેરમાં બંધ મકાન સલામત રહેતું ન હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે. જૂની આરટીઓ કચેરી નજીક આવેલી માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી બે મકાનમાં લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી 72 કલાકમાં વધુ એક બંધ મકાનને નિશાન બનાવી ચાંદીના સિક્કા સહિત હજ્જારો રૂપિયાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. મોડાસા ટાઉન પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવેની તેવી લોકમાંગ પ્રબળ બની છે. સોસાયટીના રહીશોએ પોલીસ પોઈન્ટ ઉભો કરવાની માંગ કરી હતી મહિલાઓ અને બાળકો રાત્રી થતા રીતસરના ફફડી રહ્યા છે.

ઉનાળાના બિલ્લીપગે આગમન સાથે તસ્કર ટોળકી સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મોડાસા શહેરની છેવાડાની સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો ખોફ જોવા મળી રહ્યો છે. માણેકબા સોસાયટીના રહીશો અંધારું થતાની સાથે હવે તસ્કરો કોના ઘરને ટાર્ગેટ બનાવશેની ચિંતામાં રાત્રે ઉંઘી પણ શકતા નથી. માણેકબા સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસમાં બંધ મકાનમાં ચોરીની વધુ એક ઘટના બનતા સમગ્ર વિસ્તારના રહીશો ફફડી ઉઠ્યા છે. તસ્કર ટોળકી પોલીસને પડકાર આપી રહી છે મોડાસાના પ્રજાજનો ચડ્ડી બનિયાન ધારી ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેની પ્રબળ માંગ ઉઠી છે. તસ્કરો રેકી કરી બંધ મકાનને નિશાન બનાવી રહ્યા હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.

- Advertisement -

મોડાસા શહેરની માણેકબા સોસાયટીના મકાન નં-162માં રહેતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર અમદાવાદ સ્થાયી થયો છે. તેમના બંધ મકાનની તસ્કરો જાણે રેકી કરી હોય તેમ મંગળવારે રાત્રીના સુમારે બંધ મકાનમાં ત્રાટકી મકાનમાં રહેલ તિજોરી,કબાટ ફંફોશી નાખ્યું હતું ઘરમાં રહેલા ચાંદીના સિક્કા સહિત હજ્જારો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બુધવારે સવારે આજુબાજુ રહેતા લોકોને ઘરના દરવાજા ખુલ્લા જોવા મળતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા મકાન માલિકને જાણ કરતા મકાન માલિક મોડાસા આવવા નીકળી ગયા હતા. જોકે હજુ સુધી આ અંગે પોલીસને સ્થાનિકોએ જાણ ન કરી હોવાનું જણાવ્યું હતું.

મોડાસા ટાઉન પોલીસ અને અન્ય પોલીસ એજન્સીઓને ચડ્ડી બનિયાન ધારી ગેંગ અને તસ્કર ટોળકી પડકાર ફેંકી રહી હોય તેમ સતત ચોરીની ઘટનાઓ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. મોડાસા શહેરમાં તસ્કર ટોળકીને નાથવા સઘન નાઈટ પેટ્રોલિંગ સાથે ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગમાં કરી ચડ્ડી બનિયાન ધારી ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ પ્રબળ બની છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular